IPO-FBIને રાહત: 25 શેરોના મર્યાદીત સેટમાં મર્યાદીત સંખ્યામાં બ્રોકરોને ટી+0 સેટલમેન્ટને બહાલી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
શેરબજારમાં કેટલાક વખતથી ચાલી રહેલા રેકોર્ડબ્રેક તેજીના દોર વચ્ચે માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા નિયમો-પ્રક્રિયામાં કેટલાક મહત્વપૂર્ણ સુધારા જાહેર કર્યા છે તેનાથી કામગીરી સરળ બની શકશે.
શેરબજારના વેપારને સરળ અને આસાન બનાવવા માટે સેબી દ્વારા કેટલાક ઉપાયોને મંજુરી આપવામાં આવી છે જેમાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈ) તથા આઈપીઓ લાવવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સેબીની ગઈકાલની બોર્ડ મીટીંગમાં આ વિવિધ દરખાસ્તોને બહાલી આપી દેવામાં આવી હતી.
સેબીએ જાહેર કર્યુ છે કે ઈકવીટી શેરોમાં પબ્લીક/રાઈટસ ઈસ્યુમાં એક ટકા સુરક્ષા ડિપોઝીટની જોગવાઈ રદ કરવામાં આવી છે. સાથોસાથ અસામાન્ય સંજોગોમાં ઓફરનો સમય લંબાવવાની પણ છુટ્ટ આપી છે.
- Advertisement -
સેબીએ એવું જાહેર કર્યુ છે કે નાણાં એકત્રીત કરવા માટે આઈપીઓ લાવનારી કંપનીઓને ફંડ એકઠુ કરવામાં સરળતા આપવાનો પ્રયાસ છે.
આજ રીતે વિદેશી ઈન્વેસ્ટરોને ભૌતિક ફેરફારોની જાહેરાત માટે સમયસીમામાં છુટછાટને પણ મંજુરી આપી છે. હિસ્સેદારોના પ્રતિસાદને ધ્યાનમાં લેતા બોર્ડ 25 શેરના મર્યાદીત સેટ તથા બ્રોકરોના મર્યાદીત સમૂહ સાથે વૈકલ્પિક ટી+0 સેટલમેન્ટના બીટા વર્ઝનને લોન્ચ કરવાની પણ મંજુરી આપી છે.
સેબીએ કહ્યું કે, નવા પગલાઓ વિશે સંબંધીત હિતધારકો સાથે પરામર્શ ચાલુ રાખવામાં આવશે અને દર 3 તથા 6 મહિનાના અંતે તેની સમીક્ષા કરીને જરૂર માલુમ પડયે તેમાં સુધારા-ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવશે.