ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ કલોથ એન્ડ રેડિમેઈડ ઍસોઍસીઍન માંગનાથ રોડના વેપારીઓ પ્રમુખ ભુપેન્દ્રભાઈ તન્નાની રાહબરી નીચે જુનાગઢના આઇ.જી. તરિકે નિયુકત થયેલા નિલેશભાઈ ઝાંઝડીયા તથા એસ.પી. હર્ષદભાઇ મહેતાની શુભેચ્છા મુલાકાત માટે ગયેલ. આઈ.જી. નિલેશભાઇ ઝાંઝડીયા અને જુનાગઢના એસ.પી. હતા ત્યારે નવ વર્ષ પહેલા અમોને કાયમી લુખ્ખા ઑના ત્રાસમાથી છોડાવવા કેમેરા ફિટ કરાવી આપેલ અને આજે આ કેમેરા ના હિસાબે કોઈપણ નાનામા નાનો ક્રાઈમ નો ભેદ ઉકેલાઇ જાય છે.
તે ઉપરાંત જન સંરક્ષક વેપારીઑને આઇજી ઝાંઝડીયા ઍ બનાવેલ તે સંસ્મરણો ની સ્મૃતિ કરેલ ત્યારબાદ નવ નિયુક્ત ઍસ.પી. હર્ષદભાઇ મહેતાની મુલાકાત કરી હતી તેમને યાદગીરી આપેલ કે ઝાંઝડીયા સાહેબે વેપારીઑને પોલીસ સાથે મિત્રતાનો સબંધ ડેવલપ કરેલ અને છેલ્લે રવિ તેજા વાસમ શેટીએ આ સંબોધોને સોના જેવા શુધ્ધ બનાવેલ છે અને મહેતાઍ ખાત્રી આપેલ કે આ સબંધોને હુ 24 કેરેટ સોના જેવા જાળવી રાખીશ.