ભૂગર્ભ ગટર બનશે કે વેપારી ભાઈઓની જીત થશે ?
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ માંગનાથ રોડ વિસ્તારમાં ફરીથી ભૂગર્ભ ગટરનું કામ શરુ થતા વેપારીઓ રોષે ભરાયા હતા અને એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો જેમાં ભાજપના કોર્પોરેટર હિતેન ઉદાણી પણ વિરોધમાં જોડાયા હતા અને જો ભૂગર્ભ ગટરનું કામ શરુ થશે તો વેપારી લોકો માંગનાથ રોડ પરની દુકાનો બંધ રાખીને વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી માંગનાથ વિસ્તારમાં ભૂગર્ભ ગટર બંધ રાખવાના નિર્ણયમાં ચેમ્બર ઓફ કોમર્સે વેપારીને સમર્થન જાહેર કર્યું હતું અને મહાનગર પાલિકાની ભૂગર્ભ ગટર બાબતે ટીકા કરી હતી જયારે ભૂગર્ભ ગટર મામલે આજે ડે.મેયર ગિરીશભાઈ કોટેચા સાથે માંગનાથ વેપારી એસોસીએશન પ્રમુખ સહીત ભાજપ કોર્પોરેટરની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મનપા અને વેપારી ભાઈઓ વચ્ચે નિર્ણય લેવામાં આવશે તેમાં હિતેશભાઈ સંઘવીએ જણાવ્યું હતું
જૂનાગઢ માંગનાથ રોડની ભૂગર્ભ ગટર મુદ્દે આજે ડે.મેયર સાથે વેપારીની બેઠક
