તાત્કાલિક યોગ્ય ઉકેલ લાવવા દુકાનધારકો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળ શહેરના પાટણ દરવાજા, રામ ભરોસા ચોક ત્રિકોણીયા બિલ્ડીંગ, મોટી શાકમાર્કેટ, રેલવે સ્ટેશ સામે, લાઇબ્રેરી સામે, લાઇબ્રેરી કમ્પાઉન્ડ, નગરપાલિકા કચેરી બિલ્ડીંગ સહિતની આશરે 525 જેટલા નગરપાલિકા ની માલિકીની દુકાનોના ભાડુંતોને એકા એક ઘણો ભાડા વધારો કરી દેતા અને તેની કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા વગર ભાડું વધારવાના બિલ આપતા ગુરુવારે તમામ ભાડુંતો પૈકીનું એક પ્રતિનિધિત્વ મંડળ બોહોળી સંખ્યામાં નગરપાલિકાએ દોડી ગયા હતા. ભાળા ચિઠ્ઠી વખતે કોઈ પણ જાતના ભાડા વધારવાની શરત ન હોવા છતાં આશરે 200 ગણું ભાડું વધારાના બિલ મળતા પોતાની વાંધા અરજી અને સંયુક્ત આવેદન સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણા ને મળવા વેપારી મુકેશભાઈ ચોલેરા સહિત વેપારી આગેવાનો પહોંચેલા હતા. ત્યારે ભાડુંતો ની રજૂઆત લેખિતમાં વાંધા અરજી કરેલ જેમાં જણાવેલ કે ભાડા ચિઠ્ઠીમાં કોઈ પણ જાતની શરત નાં હોવા છતાં અમોને આ ભાડા વધારાના બિલ આપવામાં આવ્યા છે જેનાથી અમારે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે હાલ વેરાવળમાં ધંધાકીય પરિસ્થિતિ નાજુક હોય અને રોજગારી ની સ્થિતિ કફોડી થતી હોય ત્યારે અમોને જૂના ભાડાજ મુજબના બિલ આપવા અન્યતા અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી નામદાર કોર્ટના દરવાજા ખખડવાની ફરજ ના પડે જેની નોંધ લેશો તેવું પણ એક સુરે ઉચ્ચારવામાં આવેલ છે.
- Advertisement -
વેપારીઓ અને પાલિકા બન્નેનું હિત જોઇ નિર્ણય લેવાશે: પાલિકા પ્રમુખ
પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે, ઘણા વર્ષોથી ભાડું વધારેલ હતું નહીં. આજરોજ વેપારીઓનું મંડળ અરજી લઈને આવેલ હતું. વેપારીઓ અને પાલિકાના હિત માં નિર્ણય લેશું.



