ઉત્તર પ્રદેશના કાસગંજના પટિયાલી દરિયાવગંજ માર્ગ નજીક આજે સવારે આશરે 10 વાગ્યે આ ઘટના બની હતી
ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં દુર્ઘટનામાં 20 લોકો મૃત્યુ પામી ચૂક્યાના અહેવાલ મળ્યાં છે, જેમાં સાત બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાથી હાહાકાર મચી ગયો હતો. ગામના લોકો અને પોલીસકર્મીઓને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ
માહિતી અનુસાર કાસગંજના પટિયાલી દરિયાવગંજ માર્ગ નજીક આજે સવારે 10 વાગ્યે એક ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવતા બેકાબૂ થઇ ગયું હતું અને તે તળાવમાં ગરકાવ થયું હતું. ટ્રોલીમાં સવાર સાત બાળકો અને આઠ મહિલા શ્રદ્ધાળુઓ મૃત્યુ પામી ચૂકી છે. સમગ્ર ક્ષેત્રમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ઘાયલોને કાઢીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા. શ્રદ્ધાળુઓ એટા જિલ્લાના વતની જણાવાઈ રહ્યા છે. સીએમઓ રાજીવ અગ્રવાલે કહ્યું કે 20 મૃતકોમાં સાત બાળકો અને અન્ય 8 મહિલાઓ સામેલ છે.
#Kasganj#कासगंज: #गंगा_स्नान करने जा रहे #श्रद्धालुओं से भरी ट्रैक्टर-ट्रॉली तालाब में पलटी 15 की #मौत#DariyavganjThana क़े पटियाली मार्ग पर ग्राम गढ़ई के निकट की #घटना@DmKasganj #GangaSnan #TractorTrailerAccident @UPGovt #Shraddhalu #GangaGhat #MaghPurnima @kasganjpolice pic.twitter.com/b4vNBpFgJB
- Advertisement -
— Goldy Srivastav (@GoldySrivastav) February 24, 2024
તળાવમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ હતી…
માહિતી અનુસાર દુર્ઘટનાને કારણે ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી ખાઈ ગઈ હતી. જેના લીધે મોટી સંખ્યામાં લોકો એકબીજા પર દબાઈ ગયા હતા અને ટ્રેક્ટર ટ્રોલી ઉપર આવી જતાં તેઓનો જીવ બચાવવાનો મોકો મળ્યો નહોતો. મૃતકોની સંખ્યા વધી શકે છે. સ્થિતિ અતિ ગંભીર જણાઈ રહી છે. ચારેકોર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.