ગુજરાત સ્ટેટ કોંગ્રેસ દ્વારા રાજકોટ કલેકટરને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનમાં ઈન્ચાર્જ ટી.પી. અધિકારી મનસુખ સાગઠિયા દ્વારા કલ્પનાતીત ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે. આ ભ્રષ્ટ અધિકારીના કારણે રાજકોટમાં 27 લોકોના મૃત્યુ થયા છે જે બાબતે રાજ્ય સરકારે જુદી જુદી તપાસ સમિતિઓ બનાવેલી છે.
એ.સી.બી.એ સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કરેલો છે. તેમણે જુદા જુદા બિલ્ડરો, જમીનના વેપારીઓ પાસેથી ગેરકાયદેસર ઉઘરાણા કરીને મેળવ્યા છે. અમારુ સ્પષ્ટપણે માનવું છે કે તમામ પૈસા જે તે ટી.પી. સ્કીમમાં રાજકોટના મ્યુનિ. જનરલ બોર્ડમાં રજૂ કરેલી અને ભ્રષ્ટ સાગઠિયા દ્વારા સાદર રજૂ કરવામાં આવેલા તેમજ તેમના કાર્યકાળ દરમિયાન જે જે ટી.પી. સ્કીમો સરકારમાં મોકલવામાં આવેલી તે તાત્કાલીક અસરથી રદ કરવી જોઈએ. આવા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર ટી.પી. સાગઠિયા દ્વારા કરવામાં આવેલા છે જેમાં મહાનગરપાલિકાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તેમજ રાજકીય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આમાં જોડાયેલા હશે, આ આ અંગે ગુજરાત સ્ટેટ કોંગ્રેસ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
વધુમાં વર્તમાન ટી.આર.પી. ગેમઝોનની અંદર તપાસ માત્ર સાગઠિયા પૂરતી જ સીમિત રાખવામાં આવેલ છે. જો આ તપાસને સરકાર દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક લોકોના નામ આ ટી.આર.પી. ગેમઝોનના ભ્રષ્ટાચારમાં ખુલે તેમ છે. કારણ કે મનસુખ સાગઠિયાને છાવરવાના અત્યાર સુધી અનેક અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જહેમત ઉઠાવી અને રાજકોટમાં એક દાખલો બેસાડવો જોઈએ કારણ કે આવા બનાવ ગુજરાતમાં વારંવાર બની રહ્યા છે ત્યારે કડક કાર્યવાહી સરકાર દ્વારા નહીં થાય તો પ્રજાનો ભરોસો આવી તપાસ સમિતિઓ પરથી ઉતરી જશે જેથી આ ઘટનાને ગંભીરતાથી લઈ જે જે લોકો આમાં સામેલ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આવા ભ્રષ્ટાચારીઓને છોડવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે.