જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વરસાદે રસ્તાઓનો વિનાશ કર્યો
જૂનાગઢ શહેરના અનેક રસ્તાઓ અતિ બિસ્માર: લોકો ત્રાહિમામ
- Advertisement -
વિકાસની વાતો વચ્ચે સાસણ પર્યટન સ્થળના રસ્તાઓ બેહાલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની સીઝનની શરૂઆત માંજ પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે.અને જિલ્લાના અનેક માર્ગો પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે.જેમાં ઘેડ પંથકમાં ભારે વરસાદના લીધે તારાજી જોવા મળી હતી અને ઘેડ વિસ્તારના ગ્રામ્ય માર્ગો તૂટી જવાથી ગ્રામ્ય લોકો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે.એજ રીતે મેંદરડા તાલુકા સહીત સાસણ ગીર જંગલોમાં પણ ભારે વરસાદ પડતા સાસણ સ્ટેટ હાઇવે પર ખાડા રાજથી પ્રવાસીઓ ત્રસ્ત બની ગયા છે.એક તરફ પ્રવાસન સ્થળને વધુ વિકાસ કરવાની નેમ સાથે રાજ્ય સરકાર વિકાસની વાતો કરે છે.એવા સમયે પ્રથમ વરસાદે રસ્તાઓનો વિનાશ થતા લોકો ત્રાહિમામ પોકારી
ઉઠ્યા છે.
- Advertisement -
મેંદરડા – સાસણ રોડ પર પ્રથમ વરસાદે રસ્તોઓ બિસ્માર જોવા મળી રહ્યા છે અને એક એક ફૂટના રસ્તા પર ખાડા હોવા છતાં તંત્રના આંખ આડા કાનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વિકાસની વાતો કરતી સરકાર સાસણ પર્યટક સ્થળ હોવા છતાં રસ્તો બિસ્માર હાલતમાં હોવાને લીધે દેશ વિદેશના હજારો પર્યટકો અહીં સાસણ સિંહ દર્શન સાથે સોમનાથ મંદિર પધારતા હોઈ છે ત્યારે મેંદરડા સાસણ સ્ટેટ હાઇવે પર ખાડા રાજથી પર્યટકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રસ્તો બિસ્માર હાલતમાં હોવાને લીધે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.જયારે મેંદરડા સાસણ સોમનાથ દીવ જતો રસ્તો હોવાતી હજારો લોકો આ રસ્તા ઉપરથી પસાર થાય છે છતાં પણ તંત્રને કોઇ અસર નથી તેમજ મેંદરડાથી તાલાળા સુધીનો રસ્તો વધારે બિસ્માર હાલતમાં જોવા મળે છે.
સાસણ સોમનાથ અને દીવ આવતા પર્યટકો પણ જયારે સ્ટેટ હાઇવે પરથી પસાર થાય છે.ત્યારે આવા ખરાબ રસ્તાઓની ઓળખ લઈને જાય છે.જેમાં મેંદરડા સાસણ રસ્તો સિંગલ પટ્ટી છે તેમાંય રસ્તાઓમાં એક ફૂટના ખાડાઓ જોવા મળે છે.અને સિંગલ પટ્ટી અને રસ્તો ખરાબ હાલતમાં હોવાથી લોકોમાં અકસ્માત ભઈ રહે છે. તેની સાથે મેંદરડાથી સાસણ જતા રસ્તા પર મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે.ચોમાસામાં વરસાદના પાણીને લઈને આ ગાબડાઓમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.પ્રિમોન્સન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી રહી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે એક ફૂટના ખાડાઓ પડી ગયા છે. ચોમાસુ આવી ગયું છતાં પણ તંત્રએ પ્રીમોનસુંન કામગીરી જીરો એક પણ જગ્યાએ ખાડા પૂર્વામાં નથી આવ્યા.
જૂનાગઢના અનેક વિસ્તારોના બિસ્માર રસ્તાના લીધે લોકો ત્રસ્ત
જૂનાગઢ શહેરમાં ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર સાથે પાણીની પાઇપ લાઈન સાથે ગેસ લાઈન નાખવાની કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે.તેવામાં પ્રથમ વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં ખાડા રાજ જોવા મળતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા જેમાં થોડા દિવસો અગાઉ ઝાંઝરડા રોડની મહિલાઓએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યું હતું એજ રીતે મધુરમ વિસ્તાર નજીક આવેલ અનેક સોસાયટીમાં બિસ્માર રસ્તાના લીધે સ્થાનિક રહીશોએ મનપા કચેરીનો ઘેરાવ કર્યો હતો. ત્યારે હજુ તો વરસાદની સીઝન શરુ થઇ છે ત્યાં આવી હાલત છે તો આગામી ચોમાસાની સીઝન બાકી છે. ત્યારે રસ્તાઓની વધુ બત્તર હાલત થશે જેના લીધે સ્થાનિક લોકોએ વધુ હાલાકી ભોગવવી પડશે અને પ્રિ મોનસુન કામગીરીની માત્ર વાતું કાગળ પર જોવા મળશે.