જૂનાગઢ – દેલવાડા હેરિટેજ ટ્રેનમાં સફર સાથે પ્રવાસ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ દ્વારા આચાર્ય ડો. જે. આર. વાંઝા તથા ડો. પી.વી. બારસિયાનાં માર્ગદર્શન હેઠળ બે દિવસના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જૂનાગઢ રેલવે સ્ટેશનથી ઉપડતી હેરિટેજ ટ્રેન જૂનાગઢ-દેલવાડા દ્વારા પ્રવાસ પ્રસ્થાન કરવામાં આવ્યું.
- Advertisement -
બહાઉદ્દીન કોલેજ આયોજિત આ શૈક્ષણિક પ્રવાસમાં દીવ, તુલસીશ્યામ, આંબરડી સફારી પાર્ક, ધારી, દ્રોણેશ્વર મંદીર, ગંગેશ્વર મંદિર, ગળધરા ખોડિયાર ડેમ, જેવાં પ્રેરક સ્થળોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને ઐતિહાસિક, સાંસ્કૃતિક, પ્રાકૃતિક ધરોહર સમાં સ્થાનકોનો પરિચય કરાવ્યો હતો. ખાસ તો આંબરડી સફારી પાર્ક “ગીરમાતા ગીરદાતા”નાં નેજા હેઠળ ગીર વન વિભાગના પ્રકલ્પ દ્વારા સિંહ દર્શન, પ્રાણી સૃષ્ટિ, પૃથ્વી ઉત્પત્તિ લાઈવ શો તથા પ્રકૃતિ જીવસૃષ્ટિની પોષણ કડી રૂપ માહિતી, ચિત્ર પ્રદર્શન તથા પરિચય વન વિભાગના અધિકારીઓ દ્વારા પ્રાપ્ત થયો. વિદ્યાર્થીઓને પર્યાવરણીય ગીર વનવિસ્તારની પ્રેરક માહિતીનો લાભ મળ્યો. આચાર્યશ્રી ડો. જે.આર. વાંઝા, પ્રા. ભરત જોશી, પ્રવાસ સમિતિના કોઓર્ડિનેટર ડો. ભાવસિંહ બારડ, ડો.ભાવનાબેન ઠુંમર, ડો. રચનાબેન વાઘેલા, ડો.પ્રો.જયંત કોરડિયા વિદ્યાર્થીઓ સાથે આ પ્રવાસમાં જોડાયાં હતાં. આ શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે રમણીય અને સ્મરણીય બની રહ્યો.