ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 15થી તા. 16 દરમિયાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતાં અને કચરો ફેંકતા કુલ 31 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે અને 2.5 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં. 02, 03, 07, 13, 14 તથા 17ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતાં નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે દરમિયાન મધ્ય ઝોન વિસ્તારમાં કુલ- 9 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતાં તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી અને 1 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું તથા પશ્ર્ચિમ ઝોનના વોર્ડ નં. 01, 08, 09, 10, 11 તથા 12 વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન પશ્ર્ચિમ ઝોન વિસ્તારમાં કુલ-12 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતાં તેમની સામે જરૂરી કાર્યવાહી 1.5 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમજ પૂર્વ ઝોનના વોર્ડ નં. 04, 05, 06, 15, 16 તથા 18 ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતાં નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન પૂર્વ ઝોન વિસ્તારમાં કુલ-10 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતાં તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.