ગીર સોમનાથ દેશના બંદર ક્ષેત્રે વિકાસમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. માછીમારી એ માનવજાતનું આજીવિકાનું સૌથી જૂનું માધ્યમ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદરની પણ કાયાપલટ થઈ રહી છે. મત્સ્યબંદરના વિકાસ થકી મત્સ્ય ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે અને સેંકડો સીધી રોજગારીની તકો પણ ઉભી થશે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસિસના ઉચ્ચ અધિકારી ચંદ્રગુપ્ત શૌર્ય અંડર સેક્રેટરી, એ.કે.દાસ ક્ધસલ્ટન્ટ તેમજ બી.કે.સિંઘલએ વેરાવળ બંદરની મુલાકાત લીધી હતી અને ચાલતા કામકાજનું અવલોકન કરી જરૂરી સમીક્ષા સાથે માર્ગદર્શિત કરી આંતરમાળખાકીય સુવિધાઓનું નિરિક્ષણ કર્યુ હતું.
કેન્દ્ર સરકારના ફાઈનાન્સિયલ સર્વિસિસના ઉચ્ચ અધિકારીઓએ વેરાવળ બંદરની મુલાકાત લીધી
You Might Also Like
Follow US
Find US on Social Medias