ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગરમાં ઉચ્ચ એજન્સી દ્વારા વહેલી સવારથી દરોડા પાડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને એક નાયબ મામલતદારના નિવાસસ્થાને તપાસ શરૂ કરવામાં આવી છે.
આ તપાસ વઢવાણ અને સુરેન્દ્રનગર એમ બે અલગ-અલગ સ્થળોએ ચાલી રહી છે. આઠથી વધુ વાહનો પોલીસ બંદોબસ્ત સાથે સવારથી જ કાર્યવાહીમાં જોડાયા છે. એક ટીમ કલેક્ટરના બંગલા પર તપાસ કરી રહી છે, જ્યારે બીજી ટીમ વઢવાણના રાવળવાસમાં આવેલા નાયબ મામલતદારના નિવાસસ્થાને પહોંચી છે.
હાલ તપાસ કયા મુદ્દે હાથ ધરવામાં આવી છે તે અંગેનું કારણ અકબંધ રાખવામાં આવ્યું છે. જોકે, આ તપાસ બાદ અનેક બેનામી સંપત્તિઓ અને અન્ય ગેરરીતિઓના ખુલાસા થવાની શક્યતા છે.



