‘ખાસ-ખબર’નાં અહેવાલ બાદ છાત્રોને સર્ટી. આપ્યા તે પણ શંકાસ્પદ
જૂનાગઢમાં કોમ્પ્યુટર ક્લાસિસમાં આડેધડ સર્ટિફિકેટ પધરાવી દેવાય છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં જોષીપરામાં આવેલા કોમ્પ્યુટર ક્લાસિસમાં છાત્રો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો મળી રહી છે. કાનપુરનાં ડો.બી.આર.આંબેડકર કોમ્પ્યુટર સાક્ષરતા મિશન સાથે જૂનાગઢનાં સંસ્થા જોડાયેલી છે. કોમ્પ્યુટરનાં જુદાજુદા કોર્સ માટે છાત્રો પાસેથી આડેધડ ફી ઉધરાવવામાં આવી રહી છે. મેંદરડાની બે છાત્રાઓએ ટેલી જીએસટીનાં કોર્સ માટે અહીં પ્રવેશ મેળવ્યો હતો અને ફી ભરી હતી. એક જ કોર્સની ફીમાં વિસંગતા જોવા મળી હતી. એક છાત્રા પાસેથી 5 હજાર અને બીજા પાસેથી 3 હજાર રૂપિયા ફી લેવામાં આવી હતી. તેમજ વર્ષ 2019માં ફી લેવામાં આવી હોવા છતા આજ દિન સુધી કોઇ સર્ટી કે પ્રમાણપત્ર આપવામાં આવ્યા ન હતાં. છાત્રોએ ખાસ ખબરનો સંપર્ક કરી આપવીતી કહી હતી. જેના અહેવાલ ખાસ ખબરમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યાં હતાં.
અહેવાલ બાદ કોમ્પ્યુટરનાં સંચાલક નિકુંજને પગ નીચે રેલો આવ્યો હોય છાત્રોનાં આધાર પુરાવા તાત્કાલીક મંગાવ્યાં હતાં અને તેમને સર્ટી અને પરિણામ આપવામાં આવ્યાં હતાં. બે વર્ષથી ધકકા ખવડાવતા સંચાલકે બે દિવસમાં સર્ટીની વ્યવસ્થા કરી આપી હતી. છાત્રોને મળેલા સર્ટી અને પરિણામમાં પણ વિસંગતા જોવા મળી રહી છે. વર્ષ 2019માં જયારે ફી લેવામાં આવી ત્યારે રસીદ આપી ત્યારે કાનપુરની ડો.બી.આર. આંબેડકર કોમ્પ્યુટર સાક્ષરતા મિશનનાં નામની રસીદ આપવાાં આવી હતી. આજે સર્ટી આપવામાં આવ્યું તે કાનપુરની અન્ય સંસ્થાનાં નામે આપવામાં આવ્યાં છે. સર્ટી અને પરિણામમાં કાનપુરની મહર્ષિ દયાનન્દ આઇટી એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સંસ્થાનનાં નામનાં સર્ટી આપવામાં આવ્યાં છે. છાત્રોને આપવામાં આવેલા સર્ટી અને પરિણામ શંકાસ્પદ હોવાની વાલીઓનું માનવું છે. આ કોમ્પ્યુટર સંસ્થાની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક ગેરરીતો બહાર આવે તેમ છે.
ફી 2019માં ભરીને કોર્સ બતાવ્યો 2022માં
છાત્રાઓને આપવામાં આવેલા સર્ટીમાં વધુ એક વિસંગતા છે. છાત્રાઓએ ફી વર્ષ 2019માં ભરી હતી. ત્યારે સર્ટીમાં કોર્સની વર્ષ 2022 બતાવવામાં આવ્યું છે. સંસ્થાને કોઇ પણ કાળે છાત્રોને સર્ટી આપી છુટકારો મેળવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે.



