અર્થામૃત:
શિક્ષા કરવાથી એનામાં ગુણનું સિંચન થાય છે. એટલે જ પુત્ર અને શિષ્યને વધુ પડતાં અને ખોટાં લાડની નહીં બલકે શિક્ષાની જરૂર છે
- Advertisement -
Many a bad habit is developed through overindulgence, and many a good one by chastisement, therefore beat your son as well as your pupil; never indulge them
કથામૃત: વિજ્ઞાનના એક શિક્ષક પોતાના વર્ગમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. ઇયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે તે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા હતા. એક વિદ્યાર્થીએ કુતૂહલ વશ પૂછ્યું, સર, ઇયળમાંથી પતંગિયું કેવી રીતે બની શકે ? એને પાંખો કેવી રીતે આવે ? શિક્ષકે આ વિદ્યાર્થીને સમજાવવાને બદલે કહ્યું, કાલે આપણે બધાં ક્લાસમાં જ આ બાબતે પ્રેક્ટિકલ જોઈશું. બીજા દિવસે શિક્ષક ક્લાસમાં એક કોશેટો લાવ્યા. બધાં જ વિદ્યાર્થીઓને ભેગા કરીને કહ્યું, જુવો, આ કોશેટામાંથી ઇયળ બહાર નીકળશે અને પછી એ ઇયળને પાંખો ફૂટશે અને ઇયળમાંથી એ પતંગિયું બની જશે. આ માટે સમય લાગશે. તમારે બધાંએ ધીરજ રાખીને ધ્યાનથી આ ઘટનાને જોવાની છે. શિક્ષક આટલી સૂચના આપીને જતા રહ્યા. હવે શું થાય છે એ ઉત્સુકતા સાથે બધાં વિદ્યાર્થીઓ કોશેટોને જોવા લાગ્યા.
થોડીવારમાં કોશટાનો થોડો ભાગ તૂટ્યો. ઇયળ બહાર આવવા માટે ખૂબ સંઘર્ષ કરતી હતી. એને કોશેટોમાંથી બહાર નીકળવામાં ખૂબ તકલીફ પડી રહી હતી. ઇયળ કોશેટામાંથી બહાર આવવા તરફડતી હતી એ જોઈને એક વિદ્યાર્થીને તેની દયા આવી. એણે કોશેટોને તોડીને ઇયળને સરળતાથી બહાર નીકળવામાં મદદ કરી. ઇયળને કોશેટોમાંથી બહાર નીકળવામાં બહુ ઝાઝો સંઘર્ષ ન કરવો પડ્યો. પરંતુ બધાંના આશ્ચર્ય વચ્ચે ઇયળમાંથી પતંગિયું બનવાને બદલે એ ઇયળ મૃત્યુ પામી ! થોડીવારમાં શિક્ષક ત્યાં આવ્યા. ઇયળને મરેલી જોઈને જ એ પરિસ્થિતિ પામી ગયા. એમણે બધાં જ વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યું, તમે ઇયળને મદદ કરીને પતંગિયાને જન્મતા પહેલા જ મારી નાખ્યું છે. કારણ કે કુદરતનો એ નિયમ છે કે કોશેટામાંથી બહાર આવતી વખતે ઇયળે જે મથામણ કરવી પડે છે; તેના પરિણામે જ તેને પાંખો ફૂટે છે અને એ પતંગિયું બને છે.
- Advertisement -
બોધામૃત
શાંત સમુદ્ર ક્યારેય સારા નાવિક પેદા ન કરી શકે, તેમ સંઘર્ષ મુક્ત જીવન ક્યારેય પરિસ્થિતિઓ સામે લડવા માટે સક્ષમ ન બનાવી શકે.
અનુભવામૃત
સંઘર્ષ જેટલો કઠિન હશે, જીત એટલી જ શાનદાર હશે.
– થોમસ પેન