ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં બની બેઠેલા ટ્રસ્ટી દ્વારા ગેરવહીવટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત વૈષ્ણવ સાધુ (બાવા વૈરાગી) સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલીત રાજકોટ શહેરના પોશ વિસ્તાર એવા પંચાયત ચોક પાસેની હરીહર સોસાયટીમાં સમાજના વિદ્યાર્થીઓના લાભાર્થે નિ:શુલ્ક સીતારામ છાત્રાલય છેલ્લા 50 વર્ષથી ચાલે છે. પરંતુ આ છાત્રાલયમાં બની બેઠેલા ટ્રસ્ટી દ્વારા ગેરવહિવટ અને છાત્રાલયના વિદ્યાર્થીઓને થતી અસુવિધા ધ્યાન પર આવી છે. આ બાબતે સમાજના લોકોને જાણ થતાં રોષ ભભૂક્યો હતો અને છાત્રાલયના સંચાલક સામે આક્રોશ વ્યકત કર્યો તેથી આ સંમેલન યોજવાની જરૂરીયાત પડી હતી. આ સંમેલનનો મુખ્ય હેતુ ’સિતારામ છાત્રાલય બચાવો અભિયાન’ છે.
વિદ્યાર્થીઓને પુરી સગવડતા નહિ મળે તો એ બાબતે ચર્ચા કરવામાં આવશે. આ સંમેલનને આંદોલન તરફ લઇ જવાની બાબતે કાયદાકિય બાબતે તમામ પ્રકારની ચર્ચાઓ સમાજ સાથે કરવામાં આવશે. કોઇપણ સમાજના બાળકો સમાજનું ભવિષ્ય છે તેનુ ભવિષ્ય ઉજળુ થાય તે માટેની તમામ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવશે. તેથી તા.21-9-2025ને રવિવારના રોજ નાગર બોડીંગ, વિરાણી હાઇસ્કુલ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે મહાસંમેલન યોજાવા જઇ રહ્યુ છે તેમના સભા અધ્યક્ષ સાધુ સમાજ અગ્રણી ચેતનભાઇ ગોંડલીયા, આમંત્રીત ભકિતરામબાપુ ગોંડલીયા (માનવ મંદિર-સાવરકુંડલા) તથા સમાજના તમામ આગેવાનો હાજર રહેશે. મહાસંમેલન ઇન્ચાર્જ જીગ્નેશભાઈ ગોંડલીયા, ઉજેશભાઇ દેશાણી, અમિતભાઇ ગોંડલીયા, રમેશભાઇ સરપદડીયા, વિમલભાઇ ગોંડલીયા, ઇશ્ર્વરદાસભાઇ દેસાણી (ઇસુકાકા), દિનેશભાઇ સરપદડીયા, મયુરભાઇ ગોંડલીયા (સાડીબાર શાખા), નકલંક સેવા સમિતિ હસુભાઇ ગોંડલીયા (રૂખડસેના) તથા માર્ગી વૈષ્ણવ સાધુ યુવા સમિતિ જોડાશે.
‘સિતારામ છાત્રાલય બચાવો અભિયાન’માં ગુજરાતના સર્વે સાધુ સમાજના સંતો મહંતો અને આગેવાનો હાજર રહેશે: ચેતન ગોંડલિયા
- Advertisement -



