ભવ્ય આતશબાજી સાથે લેસર શો નિહાળી શકાશે
આવતીકાલે વિજ્યાદશમી- દશેરા પર્વની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવશે. અસત પર સતનો વિજય એટલે વિજ્યાદશમીનો પર્વ ત્યારે કાલે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં 60 ફૂટના રાક્ષસનું દહન કરવામાં આવશે તથા સાંજે 30 ફૂટના કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું પણ દહન થશે જેને નિહાળવા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડશે. ભવ્ય આતશબાજી સાથે રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે તથા લેસર શો રાખવામાં આવ્યો છે જેમાં ભગવાન રામના જન્મ, તેમણે મેળવેલી બાણ સહિતની વિદ્યા, 14 વર્ષનો વનવાસ સહિતના કિસ્સાઓ વર્ણવવામાં આવશે. આ સાથે જ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ પણ યોજાશે.