વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહ જ્યારે નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે તે વ્યક્તિના સંબંધો, ધન, કારકિર્દી અને સર્જનાત્મક વિચારસરણી પર ઊંડી અસર કરે છે. 7 નવેમ્બરના રોજ શુક્ર સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુંદરતા, પ્રેમ, કલા, સંપત્તિ, વૈભવી અને સંબંધોનો ગ્રહ માનવામાં આવે છે.
સ્વાતિ નક્ષત્રનો સ્વામિ રાહુ છે જે સ્વતંત્રતા અને સાહસનો પ્રતીક છે. જ્યારે શુક્ર આ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે જીવનમાં નવી તક, આકર્ષણ અને આત્મવિશ્વાસમાં વધારો કરનારા યોગ બને છે.
- Advertisement -
દ્રિક પંચાંગ પ્રમાણે શુક્રનું નક્ષત્ર પરિવર્તન 7 નવેમ્બરે રાત્રે 9:13 વાગ્યે થશે અને આ જ નક્ષત્રમાં શુક્ર 18 નવેમ્બર સુધી રહેશે. શુક્રનું નક્ષત્ર પરિવર્તન ઘણી રાશિઓના જીવનમાં નવી ઉર્જા અને શુભ ફળ લઈને આવે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
મેષ રાશિના જાતકો માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન ધન અને કારકિર્દીના ક્ષેત્રોમાં ભાગ્યશાળી રહેશે. જે લોકો નોકરી બદલવાનું અથવા નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તેમના માટે આ સમય અનુકૂળ છે. નવા પ્રયાસોને ઓળખ મળશે. આવકના નવા સ્ત્રોત ઉભરી આવશે. પ્રેમ જીવનમાં મિઠાસ વધશે, જ્યારે સિંગલ્સ માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. બસ ક્રોધ અને અહંકારથી દૂર રહો.
મિથુન રાશિ
- Advertisement -
મિથુન રાશિના જાતકો માટે આ સમય સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે. આ સમય તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે. માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકોને મોટી તકો મળી શકે છે. લવ-લાઈફમાં રોમાંસ વધશે. સંબંધોમાં નવી શરૂઆત શક્ય છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. યાત્રાના યોગ બની રહ્યા છે, જે શુભ પરિણામો લાવશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તનથી પ્રતિષ્ઠામાં વધારો કરનારું હશે. કાર્યસ્થળ પર પ્રશંસા અને ઓળખ મળી શકે છે. આ કારકિર્દીમાં ઉન્નતિનો સમય હશે. પારિવારિક જીવનમાં પણ ખુશીની ક્ષણો આવશે. લાંબા સમયથી ચાલી આવતી કોઈ ગેરસમજનો અંત આવશે. સંબંધોમાં સુધારો થશે. બિઝનેસ પાર્ટનરશિપમાં સફળતા મળશે. આર્થિક રીતે પણ આ રાહતનો સમય છે. અટકેલા પૈસા મળવાની શક્યતા છે. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.




