દીપાવલીના તહેવાર પૂર્વે કાલે પુષ્ય નક્ષત્રના શુભ અવસરે ઝવેરી બજારમાં ખરીદીના ધમધમાટની આશા છે બજારમાં સોનાનાં આભૂષણો તેમજ સિક્કા સહિતની શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો ઉમટી પડશે
ખાસ-ખબર સંવાદદાતા
ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન, ગીફ્ટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે.
- Advertisement -
ઝવેરી બજારમાં આ અવસરે વિશેષ વળતરની ઓફર કરી રહી છે જેમાં 10 ગ્રામ સોંનાના દગીબની ખરીદી પર રૂપિયા 1250નું મજુરીમાં વળતર અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં મજુરીમાં 50 ટકા જેટલું જબરું ડિસ્કાઉન્ટ આપવાનું છે. જ્યોતિષોના કથન મુજબ આ વખતે પુષ્ય નક્ષત્ર 18 ઓક્ટોબર, મંગળવારની સવારે 05:12 થી 19 ઓક્ટોબર, બુધવારે 08:02 સુધી રહેશે. એટલે કે 18 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર આખો દિવસ રહેશે. આવો સંયોગ બહુ જ ઓછો બને છે જયારે પુષ્ય નક્ષત્ર આખો દિવસ રહે. મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી આ દિવસે વર્ધમાન નામનો શુભ યોગ રહેશે. આ સાથે સિદ્ધ અને સાધ્ય નામના અન્ય બે શુભ યોગ પણ આ દિવસે રહેશે.
આ અવસરે રાજકોટ ગોલ્ડ ડીલર્સના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયા જણાવે છે કે કાલે પુષ્ય નક્ષત્રના મહામુહુર્તમાં ખરીદીનો ધમધમાટ સર્જાશે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં એકંદરે ઘટાડો થયો છે આગામી દિવાળી તહેવાર તેમજ લગ્ન પ્રંસંગની ધૂમ ખરીદી રહેશે. તેમણે વધુમાં પુષ્ય નક્ષત્રના અવસરે ઝવેરીબજારમાં દરવર્ષની માફક આ વર્ષે પણ ખરીદી વધશે તેવા આશાવાદ સાથે જણાવ્યું હતું કે રાજકોટ સોનીબજારના કલાત્મક આભૂષણો જગ વિખ્યાત છે અહીના કારીગરોએ તૈયાર કરેલ દાગીનાની માંગ દેશ વિદેશમાં માંગ રહે છે. ઝવેરીબજારના વિખ્યાત રાધિકા જવેલર્સવાળા અશોકભાઈ ઝીંઝુવાડિયા જણાવે છે કે પુષ્યનક્ષત્રના શુભ અવસરે કલાત્મક આભૂષણો અને ડાયમંડ જવેલરીની ખરીદી ગ્રાહકો ઉમટી પડશે છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવ દબાયા છે ત્યારે ઘટયા ભાવે સોનાની ખરીદીમાં ચોક્કસ વધારો થશે તેમ જણાવી યુવા વર્ગમાં હાલ ફેન્સી અલંકારોનું ઘેલું લગાડ્યું હોવાનું ઉમેર્યું હતું.શિલ્પા લાઈફ સ્ટાઈલના ભાસ્કરભાઈ પુષ્યનક્ષત્રના અવસરે ખરીદીનો ધમધમાટ રહેવાની આશા સાથે જણાવ્યું હતું કે સોનાના દાગીના ઉપરાંત લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ડાયમંડ જવેલરીનું પણ યુવા વર્ગમાં આકર્ષણ વધ્યું છે ઝવેરી બજાર અને અમીન માર્ગ પરના શોરૂમમાં ડાયમંડ જવેલરીની આવનવી ડીઝાઇનને યુવાઓમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે