હિંદૂ ધર્મમાં કાલાષ્ટમીનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. 1 મે 2024 બુધવારે કાલાષ્ટમીછે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને કાળ ભૈરવની પૂજા કરવામાં આવે છે.
કાલાષ્ટમીના દિવસે ખાસ રીતે ભગવાન શિવ અને કાળ ભૈરવની પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે અને બધા કષ્ટ દૂર થાય છે. દરેક મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ કાલાષ્ટમીઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર કાલાષ્ટમીને ભૈરવાષ્ટમી પણ કહેવામાં આવે છે કારણ કે આ કાળ ભૈરવને સમર્પિત છે.
- Advertisement -
કાળ ભૈરવને ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. માટે આ દિવસે ભગવાન શિવ અને તેમના સ્વરૂપ કાળ ભૈરવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. જોકે આ દિવસે અમુક કાર્ય નથી કરવામાં આવતા. તેને કરવાથી કાળ ભૈરવ તમારાથી રીસાઈ શકે છે. જાણો કયા છે તે કામ?
કાલાષ્ટમી પૂજાના ફાયદા
- Advertisement -
- 1મેએ કાલાષ્ટમીછે. કાલાષ્ટમીના દિવસે કાળ ભૈરવ પૂજા કરવાથી સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. કહેવાય છે કે કાળાષ્ટમીના દિવસે અમુક ભુલો કરવાથી કાળ ભૈરવ રીસાઈ જાય છે જેનાથી આપણને નુકસાન થઈ શકે છે.
- કાલાષ્ટમીના દિવસે ભૂલથી પણ ન કરો આ ભુલો
- કાલાષ્ટમીના દિવસે ઘરમાં વાતાવરણ સારૂ રાખો. લડાઈ-ઝગડા કે કામ વગરનો વિવાદ ન કરો.
- આમ તો ક્યારેય પણ કોઈ પક્ષી-જાનવરોને નુકસાન ન પહોંચાડવું જોઈએ. પરંતુ આ દિવસે ખાસ રીતે કોઈ પણ વ્યક્તિ અને પશુ પક્ષીઓને નુકસાન ન પહોંચાડો.
- આ દિવસે માંસાહાર અને તામસિક ભોજન, દારૂનું સેવન ન કરવું જોઈએ. શાકાહારી ભોજન ન કરવું જોઈએ.
- કાલાષ્ટમીના દિવસે જરૂરીયાતમંદની મદદ કરવી જોઈએ આમ કરવાથી તમને લાભ થશે અને તમારા બધા કામ બનશે.
- આ દિવસે કોઈનો અનાદર ન કરો. સવારે ઉઠતાની સાથે જ વૃદ્ધોને ખાસ આદર આપો. તેમના આશીર્વાદ લે.
- શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કાલાષ્ટમીના દિવસે કોઈ પણ પ્રકારની નકલી વસ્તુઓનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.