ગણપતિ બાપ્પા મોરયા, મંગલમૂર્તિ મોરયા
સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત જે.કે.ચોકમાં ગણપતિદાદા AC જર્મન ડોમમાં બિરાજશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં કાલથી ગણપતિ દાદાની સવારી રિદ્ધિ અને સિદ્ધિ સાથે આવશે. શહેરમાં દર વર્ષે ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર શહેર ગણપતિમય બની જાય છે. એક અંદાજ મુજબ રાજકોટમાં સાડા ત્રણસોથી પણ વધુ ગણપતિ મહોત્સવના આયોજન અને પંડાલ થાય છે.
સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટના યુનિવર્સિટી રોડ પરના જે.કે.ચોક ખાતે સતત 16માં વર્ષે શિવશક્તિ યુવા ગ્રૃપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ માટે ખાસ એસી જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત જે.કે.ચોકમાં ગણપતિ દાદા એસી જર્મન ડોમમાં બિરાજશે. પ્રથમ દિવસે આર્મી જવાનો દ્વારા મહાઆરતી કરવામાં આવશે. આ જર્મન ડોમમાં એક સાથે 300 ભક્તો એક સાથે દુદાળાદેવના દર્શન કરી શકશે. તેમજ ગણપતિદાદાને પ્રદક્ષિણા કરતા સફેદ ઉંદર જોવા મળશે. 50 ફૂટ બાય 125 ફૂટનો વિશાળ પ્રીમિયમ કક્ષાનો જર્મન ડોમ બનાવાયો છે.
જે.કે.ચોક કા રાજા મહોત્સવનાં આયોજક કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,દર વર્ષ અમે ગણપતિ બાપ્પાનું સ્વરૂપ એક જ રાખીએ છીએ પણ પંડાલમાં નવીનતા લાવીએ છીએ. શિવશક્તિ યુવા ગ્રુપના 50 જેટલા સભ્યો દ્વારા સુરક્ષાની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે. આ વર્ષે જર્મન ડોમ જ્યાં મોટી સંખ્યામાં ભાવિકો એક સાથે દર્શન કરી શકશે. શ્રધ્ધાળુઓ સાથે નાના ભુલકાઓ દર્શનાર્થે આવે છે ત્યારે માનવમંકી દ્વારા રોજ મનોરંજન પૂરૂ પાડવામાં આવશે. ગણેશોત્સવ દરમિયાન રોજ રાત્રીના 8 કલાકે અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાત્રીના 9:30 કલાકે શરૂ કરવામાં આવશે. આ ગણેશોત્સવમાં અનેક સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે. જેમાં 31 ઓગસ્ટે જૂનાગઢના પંચ દશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત ઇન્દ્રભારતીબાપુ ગજાનનદાદાની મહાઆરતી
કરવામાં આવશે.
- Advertisement -
ગણેશોત્સવ દરમિયાન
અલગ-અલગ કાર્યક્રમ
તારીખ કાર્યક્રમ
27-8 : સત્યનારાયણ ભગવાનની કથા
28-8 : રાધે કાન ગોપી ગ્રૃપ (ભાયાવદર)
29-8 : કારાઓકે નાઇટ (ખુશ્બુ મ્યુઝિકલ ગ્રૃપ)
30-8 : બ્લડ ડોનેશન કેમ્પ
31-8 : દંડીયા રાસ (બહેનો માટે)
01-9 : સાંસ્કૃતિક કાર્યક્રમ
02-9 : રામા મંડળ (ઢોલરા)
03-9 : ડાયરો (સાગર મેસવાણીયા, શ્રૃતિ દૂધરેજીયા)
04-9 : પાણીપુરી સ્પર્ધા અને ગેમ્સ (બાળકો-બહેનો માટે)
05-9 : ડાન્સ કોમ્પીટીશન (બાળકો)
06-9 : વિસર્જન