ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં અગ્રેસર એપેક્ષ સંસ્થા ક્ધઝુમર્સ કો. ઓપ. સોસાયટીમાં આગવું શિરમોર સ્થાન ધરાવતી સંસ્થાના વર્તમાન ચેરમેન ભાગ્યેશ વોરા, વા.ચેરમેન દિપક ચાવડાની યાદીમાં જણાવાયું છે કે તા. 1-3-1963ના રોજ છ દાયકા પહેલા સ્થાપિત થયેલી ‘અપના બજાર’ રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર શહેરના તતસમયના સરકારી વિતરણ વ્યવસ્થાના એરિયા વાઈઝ ગ્રાહક સહકારી ભંડારો દ્વારા શહેરીજનોને અન્ન તેમજ પુરવઠા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વિતરણ માટે જીવાદોરી સમાન હતી, એ આજના રાજકોટને પોતાની ગઈકાલ સુપેરે યાદ રહી જાય તેવી છે.
આ સંસ્થાના માર્ગદર્શન કરનાર દિવંગત સહકારી શ્રેષ્ઠીઓ, સર્વે અરવિંદભાઈ મણિયાર, સત્યવાનભાઈ રાજ્યગુરુ, રમણીકભાઈ વૈદ, ગોધુમલ આહુજા, પ્રવીણભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ શુક્લ, વજુભાઈ કોટક, હરીશભાઈ ખંભાયતા, નરોત્તમભાઈ ખેતાણી, અનિલભાઈ ભટ્ટ, ડો. હર્ષદભાઈ પંડિત, ગોવિંદભાઈ દુબલ વિગેરેને વર્તમાન બોર્ડ ઓફ ડિરેકટર્સ સ્મરણાંજલી પાઠવે છે. અપના બજારના આજના પથદશક વડીલો સર્વે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિવલાલભાઈ વેકરીયા (માજી સાંસદ), વસંતભાઈ ખોખાણી, ડાયાભાઈ ડેલાવાળા, જીતુભાઈ શાહ, નરેન્દ્રભાઈ એન. દવે, ઉમેદભાઈ જરીયા, કલ્પકભાઈ દોશી, ડો. નવલભાઈ શીલુ, હમીરભાઈ ચાવડા, શરદભાઈ વોરા, ત્રિલોકભાઈ ઠાકર, એન. ટી. પરમાર, વિનોદભાઈ રાજદેવ, નિસર્ગભાઈ ધામેલિયાએ આ સંસ્થાને વધુ ગતિ પ્રદાન કરવામાં શ્રેષ્ઠત્તમ પ્રયાસો કર્યા હતા.
આજના આ 63માં મંગલ સ્થાપના દિને સંસ્થાની અવિરત પ્રગતિના દ્યોતક એવા વર્તમાન બોર્ડ ઓફ ડીરેકટર્સમાં આશરે ચાર દાયકાથી માર્ગદર્શન કરતા ડીરેકટરે સર્વે મહેન્દ્રભાઈ શેઠ (બાલુભાઈ), અરવિંદભાઈ સોજીત્રા, નટુભાઈ ચાવડા, પંકજભાઈ દેસાઈ, ફૂલાભાઈ શીંગાળા, એક દાયકાથી માર્ગદર્શન કરતા મહેશભાઈ કોટક સહિતના સભ્યોએ ગ્રાહકોના સહકાર બદલ આભાય વ્યકત કર્યો હતો.