બપોરે 3:15 વાગ્યે મચ્છુ ડેમ તૂટ્યાના સમયે 21 સાયરન વગાડીને નગરપાલિકા દ્વારા મૌનરેલી યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની મચ્છુ જળપ્રલયની દુર્ઘટનાની આવતીકાલે શુક્રવારે 44 મી વરસી છે ત્યારે દર વર્ષની જેમ મોરબી નગરપાલિકા દ્વારા મચ્છુ જળ હોનરતના હજારો દિવંગતોની આત્માની શાંતિ માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આવતીકાલે 11 ઓગસ્ટને બપોરે 03:15 વાગ્યે મચ્છુ ડેમ તૂટ્યાના સમયે 21 સાયરન વગાડી નગરપાલિકા દ્વારા મૌનરેલી કાઢવામાં આવશે. આ મૌનરેલીમાં રાજકીય, સામાજિક, ઉધોગ અને ધંધાકીય તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ સહિતના નગરજનો જોડાઈને મણી મંદિર ખાતે આવેલા મૃતાત્માના સ્મૃતિ સ્તંભે પુષ્પાંજલિ અર્પણ કરશે.
- Advertisement -
11 ઓગસ્ટ 1979 નો એ ગોઝારો દિવસ મોરબીવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. આ દિવસે મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યો અને ભયાનક ખુવારી સર્જાઈ હતી. મચ્છુ જળ હોનારતમાં હજારો લોકો અને હજારો પશુઓ મોતને ભેટ્યા હતા. એકઝાટકે મોરબી સ્મશાન બની ગયું હતું ત્યારે આ મચ્છુ જળપ્રલયની આવતીકાલે શુકવારે 44 મી વરસી છે.
આ મચ્છુ જળ હોનારતની 44 મી વરસી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 11 ઓગસ્ટને શુક્રવારે મોરબી નગરપાલિકા દ્વારા હજારો દિવંગતોના આત્માની શાંતિ માટે મૌનરેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે 03:15 વાગ્યે મચ્છુ ડેમ તૂટ્યાના સમયે 21 સાયરન વગાડવામાં આવશે અને પ્રથમ સાયરન વાગતા નગરપાલિકાએથી મૌનરેલી કાઢવામાં આવશે જેમાં રાજકીય, સામાજિક, ઉધોગ અને ધંધાકીય તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ સહિતના નગરજનો જોડાઈને મણી મંદિર ખાતે આવેલા મૃતાત્માના સ્મૃતિ સ્તંભે પુષ્પાજલી અર્પણ કરશે. આ મૌનરેલીમાં દરેક મોરબીવાસીઓને જોડાવવા મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ જાહેર અપીલ કરી છે.