વનવિભાગે 200ની મંજૂરી સામે 125 લોકોને મંજૂરી આપી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
જૂનાગઢમાં દર વર્ષે લીલી પરિક્રમાની જેમ દુધધારા પરિક્રમાનું આયોજન થાય છે જેમાં મર્યાદિત સંખ્યામાં જ વન વિભાગ દ્વારા પ્રવેશ આપવામાં આવે છે. આ વખતે આવતીકાલથી દુધધારા પરિક્રમા યોજાવાની છે. જેમાં કુલ 125 વ્યક્તિઓને વન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એક વ્યક્તિ દિઠ 40 રૂપિયા પ્રવશે ફી ભરી પરિક્રમા માટે સુર્યોદયથી સુર્યાસ્ત સુધીની મંજૂરી આપવામાં આવી છે.
ગિરનારની દુધધારા પરિક્રમા માટે 200 વ્યક્તિઓની જૂનાગઢના નાયબ વન સંરક્ષક પાસે મંજૂરી માંગવામાં આવી હતી. જેના અનુસંધાને વનતંત્ર દ્વારા અલગ-અલગ સમૂહને મંજૂરીઓ આપવામાં આવી છે. જેમાં રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સાથેના 35 વ્યક્તિઓ, વિશ્ર્વ હિન્દુ પરિષદના જયેશ ખેસવાણીને 35 વ્યક્તિઓ, ડોળી એસોસીએશનના રમેશભાઇ બાવળીયાને પાંચ વ્યક્તિઓની, વિપુલભાઇ ગોહિલને પાંચ વ્યક્તિઓની, મંગલગીરીજી રૂપગીરીજી વેલાવડની જગ્યાને 10 વ્યક્તિઓ મળી 90 ભાવિકો તથા અન્ય કળી કુલ 125 ભાવિકોને દુધધારા પરિક્રમા કરવા માટેની તા.2-7-24ની મંજૂરી આપવામાં આવી છે. દરેક ભાવિકે 40 રૂપિયાની ફી ભરી સુર્યદયથી સુર્યાસ્ત સુધીમાં પરિક્રમાં પૂર્ણ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.