ટોમ ક્રૂઝને “મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ” ના આગવાળા પેરાશૂટ સ્ટંટ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ એક રેકોર્ડ હોલ્ડિંગ એક્શન સ્ટાર બની ગયો છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે તેમને ’સૌથી વધુ સળગતા પેરાશૂટ સાથે કૂદકો મારનાર વ્યક્તિ’નું બિરૂદ આપ્યું છે. તેમણે આ પરાક્રમ તેમની ફિલ્મ મિશન ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગના શૂટિંગ દરમિયાન કર્યો હતો.
- Advertisement -
ક્રૂઝે અત્યાર સુધીમાં કુલ 16 વખત આ સ્ટંટ કર્યો છે. વીડિયોમાં તેઓ હેલિકોપ્ટરમાંથી કૂદકો મારતા દેખાય છે જ્યારે તેમનું પેરાશૂટ આગમાં લપેટાયેલું છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના એડિટર-ઇન-ચીફ ક્રેગ ગ્લેન્ડેએ કહ્યું, “ટોમ ફક્ત સ્ક્રીન પર જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ એક એક્શન હીરો છે. તેની સફળતાનું રહસ્ય વાસ્તવિકતા પ્રત્યેના તેના સમર્પણ અને સીમાઓ ઓળંગવાની તેની તૈયારીમાં રહેલું છે.”
વીડિયોમાં, ક્રૂઝ સ્ટંટ કરતા પહેલા કહે છે, “જો પેરાશૂટ વળી જાય, તો હું સ્પિનિંગ કરતી વખતે બળી જઈશ.” જોકે, તેણે ઉમેર્યું, “અમે જોખમ લેતા નથી દેખીતી રીતે.” ક્રૂઝ, જે 1996થી મિશન ઇમ્પોસિબલ ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલો છે, તે પહેલાથી જ ખતરનાક સ્ટંટ માટે પ્રખ્યાત છે.