મુંબઇ સામે છેલ્લી 13 મેચમાં કોલકાતા માત્ર બે જીત્યું છે
આઇપીએલમાં વિજયનું ખાતું ખોલવું હોય તો તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે બુધવારે રમાનારી મેચમાં પોતાના ડોમેસ્ટિક બોલર્સ પાસેથી સર્વશ્રોષ્ઠ પ્રદર્શનની આશા રાખવી પડશે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઇએ તેના બન્ને મુકાબલા જીત્યા છે. તેને પ્રથમ મેચમાં દિલ્હી અને બીજીમાં રાજસ્થાનની ટીમે પરાજય આપ્યો હતો. કોલકાતા સામે વિજય હાંસલ કરવા માટે સુકાની રોહિત શર્માની ટીમે રમતના તમામ પાસામાં શાનદાર દેખાવ કરવો પડશે. બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 મેચ રમાઈ છે જેમાં મુંબઇનો 22 મેચમાં તથા કોલકાતાનો સાત મેચમાં વિજય થયો છે. બન્ને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી 13 મેચમાં કોલકાતા માત્ર બે મેચમાં જીત્યું છે. આઇપીએલમાં કોલકાતાનો સૌથી વધારે વખત મુંબઇ સામે જ પરાજય થયો છે.