લોકસભા ચુંટણીના થોડા મહિના જ બાકી છે. એવામાં કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ મણિપુરથી મુંબઇ સુધી 6,700 કિલોમીટરથી વધારે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી દીધી છે. આજે તેમની યાત્રાનો બીજો દિવસ છે.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના બીજા દિવસે ઇમ્ફાલના સેકમઇથી શરૂ થઇ હતી. જણાવી દઇએ કે, ગઇકાલે રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરના થૌબલથી યાત્રા શરૂ થઇ હતી. આ દરમ્યાન ગાંધીએ કહ્યું હતું કે, મણિપુરના ભાઇ-બહેન, માતા-પિતા આંખોની સામે મરી ગયા અને વડાપ્રધાન આજ સુધી તમારા આંસુ લૂંછયા નથી કે તમને ગળે મળ્યા નથી. આ શરમની વાત છે.
- Advertisement -
#WATCH | Manipur: Bharat Jodo Nyay Yatra resumes from Sekmai, Imphal West on the 2nd day of its journey.
Congress MP Rahul Gandhi started the Bharat Jodo Nyay Yatra from Thoubal, Manipur yesterday.
(Source: Congress) pic.twitter.com/QeLwRORxiM
- Advertisement -
— ANI (@ANI) January 15, 2024
યાત્રાની શરૂઆતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું વર્ષ 2004થી રાજનીતિમાં જોડાયેલા છે. હું ભારતની એવી જગ્યાઓનો પ્રવાસ કર્યો, જ્યાં શાસનના બુનિયાદી ઢાંચા ધ્વસ્ત થઇ ગયા છે. 29 જૂનના રાજ્યનો પ્રવાસ કર્યા પછી, મણિપુર હવે મણિપુર રહ્યું નથી. વિભાજીત થઇ ગયું છે. હવે દરેક જગ્યાએ નફરત ફેલાઇ ગઇ છે. લાખો લોકોને નુકસાન થયું છે. લોકોએ પોતાની આંખોની સામે પોતાના પ્રિયજનોને ખોઇ દીધા છએ. અમે અહિંયા તમારી વાત સાંભળવા આવ્યા છીએ, તમારૂ દુ:ખ વહેંચવા આવ્યા છીએ.