દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સંઘ પ્રદેશની મુલાકાતે હોય દીવમાં તડામાર તૈયારીઓ ચાલુ
પ્રશાસન દ્વારા સમગ્ર દીવને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ દીવ
- Advertisement -
દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી ત્રણ દિવસ માટે દમણ, દાદરા,નગર હવેલી દીવ ની મુલાકાતે હોય ત્યારે આજ રોજ દીવમાં તેમનું આગમન થવાનું હોય. શંખપ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલ જીના માર્ગદર્શન હેઠળ તેમના સ્વાગત માટે દીવ પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સમગ્ર દીવ ને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. આજે બપોરે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદીનું દીવના એરપોર્ટ પર આગમન થશે. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રસ્તામાં ઠેર ઠેર તેમના સ્વાગત માટેના હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે.આ સાથે રસ્તા પર બને તરફ 20 જેટલાં સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેના પર દીકરીઓ દ્વારા નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ ખુખરી મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ દીવ ટુરીઝમ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યાંથી રાષ્ટ્રપતિજી તેમની ટીમ સાથે દિવ ના ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લેશે.