રાજા ભૈયાની હિન્દુઓને જાગૃત થવાની અપીલ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો, આપણે કોનું અપમાન કર્યું હતું? – રાજા ભૈયા
- Advertisement -
જનસત્તા દળ લોકતાંત્રિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજા ભૈયા તરીકે જાણીતા ઉત્તર પ્રદેશના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપસિંહ આજે રાજકોટના પ્રવાસે હતા. જ્યાં તેઓએ વકફ બોર્ડનો ઉલ્લેખ કરીને હિન્દુઓને જાગૃત થવાની જરૂર હોવાનું જણાવ્યું હતુ. રાજા ભૈયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આજે આપણો દેશ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે. આજે લડાઈનું સ્વરૂપ બદલાઈ ચૂક્યું છે. આજે આપણાં દેશમાં જ દેશ વિરોધી તત્વો છે. જે આપણી સભ્યતા અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે.
તમે વિચારો આજે વકફ શબ્દ ખૂબ જ ચર્ચામાં છે. આ ધરતી પરના કોઈ દેશમાં વકફ બોર્ડ નથી, માત્ર ભારતમાં જ છે. વકફ બોર્ડને 2013માં કોંગ્રેસે શક્તિ આપી. વકફ બોર્ડનો નિર્ણય વકફની જ અદાલત કરશે. જ્યાં જિલ્લા કોર્ટ, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો અધિકાર સમાપ્ત થઈ જાય છે. વકફ બોર્ડ જો તમને એક નોટિસ આપે અને કહે કે, આ સંપતી વકફની છે. જો તમને વાંધો હોય તો રાજ્યમાં તેમનું એક કાર્યાલય છે, ત્યા જઈને વિરોધ નોંધાવી શકો છો. જો એક વર્ષ સુધી તમે કોઈ જવાબ નહી આપો, તો એવું મનાશે કે, તમને કોઈ વાંધો નથી. જે બાદ તમારું ગામ, તમારું ઘર અને તમારી સંપત્તી વકફની જાહેર થઈ જશે.
ટીવીમાં આપણે જોઈએ છીએ કે, વકફ કાયદાને લઈને મતદાન કરાવવામાં આવી રહ્યું છે. તમામ મૌલાના મોબાઈલના માધ્યમથી મતદાન કરાવી રહ્યાં છે. આપણે જાગૃત થવું જોઈએ, કારણ કે રાષ્ટ્ર રક્ષાની ફરજ માત્ર નેતાઓની નથી. આપણે ઘર, પશુ કે કોઈ વાહન લઈએ તો, તેની દેખરેખ કરતા હોઈએ છીએ.
આજે આપણા નેતાઓ જો કઠોર નિર્ણય લઈ રહ્યા છે, તો તમારે તેમને પ્રોત્સાહિત કરવા આવશ્યક છે. જાતિવાદ આજે આપણે જેટલા પણ આપણા ક્ષત્રિય પૂર્વજોનું સ્મરણ કરીએ છીએ, તેમણે પોતાના માટે કોઈ દિવસ લડાઈ નથી લડી. તેમણે દેશ અને સંસ્કૃતિની રક્ષા માટે તલવાર ઉઠાવી છે. તેમણે એનો પણ વિચાર નથી કર્યો કે, આપણી પાસે કેટલી સેના છે અને સામે આક્રમણકારીઓ પાસે કેટલી સેના છે. વિશ્વના ઈતિહાસમાં માતાઓના જૌહર જેવા પરાક્રમ જેવું ઉદાહરણ તમને ક્યાંય નહીં મળે. એકસાથે 16 હજાર રાણીઓએ અકબરના કારણે અગ્નિકૂંડમાં કૂદી ગઈ.
- Advertisement -
આજે જે લોકો રાષ્ટ્રહિત અને ધર્મના હિત ખાતર મોટા નિર્ણય લઈ રહ્યા છે, તો તેમને તમારે પ્રોત્સાહ આપવું જોઈએ. દેશના ભાગલા ધર્મના આધારે થયા હતા. હિન્દુઓએ ક્યારેય એવું નથી કહ્યું કે, અમે મુસલમાનો સાથે નથી રહેવા માંગતા. મુસ્લિમોએ કહ્યું હતું કે, અમે હિન્દુઓ સાથે નથી રહેવા માંગતા. અમારે અલગ મુસ્લિમ રાષ્ટ્ર જોઈએ છે. જે બાદ પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાન બન્યો, તે આપણે સૌ કોઈ જાણીએ છીએ.
જો કે તે સમયે એક ચિંતા વ્યક્ત કરવામાં આવી અને તે વ્યાજબી પણ હતી. આ ચિંતા વ્યક્ત કરનાર પ્રથમ વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સરદાર પટેલ ભારતના અલ્પસંખ્યકો પ્રત્યે નિશ્ચિંત હતા, પરંતુ તેમની ચિંતા પાડોશી દેશના અલ્પસંખ્યક હિન્દુઓને લઈને હતી. જે બાદ નહેરુ-લિયાકત સંધી થઈ. જેમાં બન્ને નેતાઓ તરફથી એવું આશ્વાસન આપવામાં આવ્યું કે, બહુમતી અને લઘુમતીઓને કોઈ તકલીફ નહીં થાય. બન્નેનો વિકાસ થશે. હિન્દુઓને પૂજા પાઠ કરવાનો અધિકાર રહેશે.
જેનું પરિણામ આવ્યું કે, ભાગલા સમયે 23 ટકા હિન્દુઓ પાકિસ્તાનમાં હતા. જે આજે ઘટીને 1 ટકા થઈ ગયા છે. સોમનાથની વાત તો જૂની થઈ ગઈ, પરંતુ અક્ષરધામ પર થયેલો હુમલો તમને યાદ છે. 4 દિવસ પહેલા સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો.આપણે કોનું અપમાન કર્યું હતુ. આપણે તો આપણા ભગવાનની આરાધના કરતાં હતા. બસ આવી બાબતે પથ્થરમારો. વૈષ્ણોદેવી માતાજીના દર્શન કરવા માટે માઈભક્તો જઈ રહ્યા હતા.
જે સમયે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ રહ્યા હતા, ત્યારે માઈભક્તોની બસ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમને જાત પૂછીને મારવામાં નહતા આવ્યા. તેમના માટે ભારતનો વિધ્વંશ એજન્ડા છે. જ્યારે આપણું જ અસ્તિત્વ ખતરામાં આવી જાય, તો આપણે જાગવું જ રહ્યું.