રાજકોટમાં છેલ્લાં 40 વર્ષથી બાળપ્રવૃત્તિ, બ્લડ બેંક, કેન્સર અને એઈડ્સ પ્રિવેન્સન કલબ જેવી વિવિધ સંસ્થા ચલાવનાર વન મેન આર્મી અરૂણ દવેનો આજે જન્મદિવસ છે.

તેઓએ આજે 63માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્લક પર તેમના એઈડ્સ જાગૃતિના રેકોર્ડ બ્રેક કાર્યોથી રાજકોટનું નામ દુનિયાભરમાં રોશન થયેલ છે.
સૌથી પ્રથમ એઈડ્સ મોબાઈલ હેલ્પલાઈન શરૂ કરનાર સાથે સૌરાષ્ટ્રના યુવા ધનના એક માર્ગદર્શક તરીકે વિવિધ સેમીનારો સાથે કાઉન્સેલીંગનું શ્રેષ્ઠ કાર્ય કરેલ છે. તેઓએ 1978માં બાળકોના સર્વાંગી વિકાસ માટે ચિલ્ડ્રન કલબ શરૂ કરી હતી ત્યારથી તેઓ સતત અને સક્રિય કાર્ય કરીને વનમેન આર્મી જેમ સેવા કરી રહ્યા છે. શિક્ષણ સાથે ચાર દાયકાનો બહોળો અનુભવ ધરાવતાં અરૂણ દવે ચાઈલ્ડ સાયકોલોજીસ્ટની ભૂમિકા પણ ભજવે છે. એઈડ્સ જાગૃતિ માટે આજે પણ 24 કલાક ચાલતા હેલ્પલાઈન ચલાવીને માર્ગદર્શન અને મુંઝવતા પ્રશ્ર્ને યુવાધનને માર્ગદર્શન આપી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસે શિક્ષણ સમાજ, અખબારી જગત, સામાજિક સંસ્થા, મેડિકલ જગત તથા તેમના મિત્ર વર્તુળ તરફથી તેમના મો.નં. 9825078000 ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે. તેઓ 15 વર્ષથી ચૂંટણી પંચના માસ્ટર ટ્રેનર તરીકે પણ ઉમદા કામગીરી કરી રહ્યા છે.
એઈડ્સ ન્યુઝલાઈન મેગેઝીન સૌ પ્રથમ શરૂ કર્યા બાદ આજે પણ વિવિધ અખબારોમાં નિયમિત કોલમ લખીને યુવા વર્ગને માર્ગદર્શન આપી રહ્યા છે.


