આ વખતે ષટતિલા એકાદશી વ્રત 6 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
હિન્દુ પંચાંગ પ્રમાણે માધ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ષટતિલા એકાદશી ઉજ્જવવામાં આવે છે. આ વખતે ષટતિલા એકાદશી વ્રત 6 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ષટતિલા એકાદશીના દિવસે, તલ સંબંધિત વિશેષ પ્રયોગો કરવામાં આવે છે. જે જીવનના તમામ અવરોધો દૂર કરે છે. જ્યોતિષના મટે ષટતિલા એકાદશીના દિવસે કેટલીક ભૂલોથી સાવધાન રહેવું જોઈએ. જાણો આ ભૂલો વિશે.
- Advertisement -
શુદ્ધ અને સાત્વિક ભોજન
એવું કહેવાય છે કે ષટતિલા એકાદશીના દિવસે માત્ર શુદ્ધ અને સાત્વિક ભોજન જ લેવું જોઈએ.
પીળો કે લાલ રંગ પહેરવો
આ ષટતિલા એકાદશીના દિવસે કાળા કે વાદળી જેવા ઘાટા રંગના કપડાં ન પહેરવા જોઈએ, પરતું આ દિવસે પીળો કે લાલ રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
રીંગણ અને ચોખાનું સેવન ન કરવું
ષટતિલા એકાદશીના દિવસે રીંગણ અને ચોખાનું સેવન ન કરવું જોઈએ.
- Advertisement -
બ્રહ્મચર્યનું પાલન કરવું
આ એકાદશી પર પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેમજ જમીન પર સૂવું જોઈએ.
ડુંગળી અને લસણનું સેવન ન કરવું
ષટતિલા એકાદશીના દિવસે ભૂલથી પણ દારૂ કે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ.