ચેનાબ રેલવે બ્રિજની ઊંચાઈ પેરિસના એફિલ ટાવરથી પણ વધુ છે
ખાસ-ખબર સંવાદદાતા
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મૂ અને કાશ્મીરના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ 30,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ જમ્મુ-કાશ્મીરના લોકોને સમર્પિત કર્યા છે. આ સાથે જ વડાપ્રધાન મોદી આજે વિશ્ર્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ (ચેનાબ રેલવે બ્રિજ)નું પણ ઉદ્દઘાટન કરવાના છે. આ રેલવે બ્રિજ પેરિસના એફિલ ટાવર કરતાં પણ ઊંચો છે.
- Advertisement -
વિશ્ર્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ (ચેનાબ)ની શું છે વિશેષતા?
– જમ્મૂ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પર બનાવવામાં આવેલ આ રેલવે બ્રિજની ઊંચાઈ 359 મીટર છે.
– ચેનાબ રેલવે બ્રિજ વિશ્ર્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે અને તેની ઊંચાઈ પેરિસના એફિલ ટાવરથી પણ 35 મીટર વધુ છે.
– ચેનાબ રેલવે બ્રિજની લંબાઈ 1.3 કિલોમીટર છે. તે કટરાથી બનિહાલ સુધી 111 કિલોમીટર લંબાઈ વાળા સ્ટ્રેચમાં એક મહત્વપૂર્ણ લિંકનું નિર્માણ કરે છે.
– ચેનાબ રેલવે બ્રિજને બનાવવામાં 1486 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
– આ બ્રિજ પરથી કોઈપણ ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ શકશે.
– ચેનાબ રેલવે બ્રિજ બનાવવા માટે 28,660 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
– ચેનાબ રેલવે બ્રિજનું નિર્માણ વર્ષ 2002માં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લાઇન પ્રોજેક્ટ (ઞજઇછક) હેઠળ શરૂ થયું હતું. આ બ્રિજ ઓગસ્ટ 2022માં તૈયાર થયો હતો.
– ચેનાબ રેલવે બ્રિજ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે 266 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સામે પણ ટકી શકે છે.
– ચેનાબ રેલવે બ્રિજ 120 વર્ષથી વધુ સમય સુધી સેવા આપવાનું ચાલુ રાખશે.
– ચેનાબ રેલવે બ્રિજની મદદથી ભારતીય રેલ્વે માટે જમ્મુથી કાશ્મીર ખીણ સુધી પહોંચવામાં સરળતા રહેશે.
– ચેનાબ રેલ્વે બ્રિજ દ્વારા કાશ્મીર અને ક્ધયાકુમારીને પ્રથમ વખત રેલ્વે માર્ગ દ્વારા જોડવામાં આવશે.
– ચેનાબ રેલવે બ્રિજમાં આર્ક આકારની ડિઝાઇન બનાવવામાં આવી છે.
– આર્કનું નિર્માણ સ્ટીલથી કરવામાં આવ્યું છે અને તે બ્રિજનો સૌથી મહત્વપૂર્ણ પાર્ટ છે.
– ચેનાબ રેલવે બ્રિજના ઉદ્ઘાટન બાદ જમ્મુ-કાશ્મીરના આર્થિક વિકાસને પણ વેગ મળશે. અહીં સારી કનેક્ટિવિટી થવાથી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે.