રાજકોટ શહેરમાં ચાલી રહેલ કોરોના વેકસીનેશનની કામગીરી અનુસંધાને ૦૮/૦૭/૨૦૨૧ના રોજ શહેરમાં ૦૬ સેસન સાઈટ ખાતે કોવેક્સીન રસીનો બીજો ડોઝ આપવામાં આવશે, તેમજ ફોરેન જતા નાગરિકોને કોરોના રસી લેવા માટે રામનાથપરા આરોગ્ય કેન્દ્ર સેસન સાઈટ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.
શહેરમાં જે ૦૬ સેસન સાઈટ પર કોવેક્સીન રસીનો બીજો ડોઝ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં
(૧) શાળા નં. ૪૯/બી – ૧ (બાબરીયા કોલોની)
(૨) શાળા નં. ૪૯/બી – ૨ (બાબરીયા કોલોની)
(૩) શાળા નં. ૪૭ -૧ (લક્ષ્મીનગર)
(૪) શાળા નં. ૪૭ -૨ (લક્ષ્મીનગર)
(૫) મલ્ટી એક્ટિવિટી સેન્ટર -૧ (નાનામવા સર્કલ) અને
(૬) મલ્ટી એક્ટિવિટી સેન્ટર -૨ (નાનામવા સર્કલ)
ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.


