કોલકાતા જીતે તો પણ ક્વોલિફાય થવા અન્ય મેચોના પરિણામ ઉપર આધાર રાખવો પડશે
ખાસ-ખબર સંવાદદાતા
કોલકાતા નાઇટ રાઇડર્સને ઈંઙકના પ્લે ઑફ્ફમાં પહોંચવાની નજીવી આશાને જીવંત રાખવા માટે પોતાના અંતિમ લીગ મુકાબલામાં મોટા માર્જિનથી વિજય મેળવવો પડશે. કોલકાતા 13 મેચમાં 6 વિજય સાથે 12 પોઇન્ટ મેળવીને છઠ્ઠા સ્થાને છે. જો તે આજે મોટા માર્જિનથી વિજય હાંસલ કરે તો પણ તેણે પ્લે-ઓફ માટે ક્વોલિફાય કરવા અન્ય મેચોના પરિણામ ઉપર આધાર રાખવો પડશે. લખનઉની ટીમ પ્લે ઑફ્ફમાં પહોંચી ચૂકી છે પરંતુ તે વિજય મેળવીને ટોપ-2માં રહેવાના તમામ પ્રયાસ કરશે. 2 વખતની ચેમ્પિયન કોલકાતાની ટીમ ગયા વર્ષે ફાઇનલમાં પહોંચી હતી પરંતુ આ વખતે તેના માટે વર્તમાન સિઝન નિરાશાજનક રહી છે. છેલ્લી 2 મેચમાં મુંબઇ અને હૈદરાબાદને હરાવીને તેણે પ્લે ઑફ્ફની આશા જીવંત રાખી હતી.