ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
યુનાઈટેડ નેશન્સ રેડિયો 13 ફેબ્રુઆરી 1946ના રોજ શરૂ થયો હતો. આ કારણોસર, આંતરરાષ્ટ્રીય રેડિયો દિવસની ઉજવણી માટે 13 ફેબ્રુઆરીની તારીખ પસંદ કરવામાં આવી હતી. તે સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2010 માં, સ્પેનિશ રેડિયો એકેડમીએ 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી, વર્ષ 2011 માં, યુનેસ્કોના સભ્ય દેશોએ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને 13 ફેબ્રુઆરી 2012 ના રોજ પ્રથમ વખત રેડિયો દિવસની સત્તાવાર રીતે ઉજવણી કરવામાં આવી. સેટેલાઈટ રેડિયો, સામુદાયિક રેડિયો, બ્રોડબેન્ડ રેડિયો, કેમ્પસ રેડિયો, એફ.એમ. રેડિયો, એ.એમ રેડિયોના રૂપે આજે રેડિયો આપણને મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતું સરળ અને સુલભ, શ્રાવ્ય માધ્યમ બની ગયું છે.
- Advertisement -
રેડિયોનો જન્મ
વર્ષ 1900માં ગુલ્યેલ્મો માર્કોનીએ રેડિયો સંદેશ મોકલવામાં સફળતા મેળવી લીધી હતી. તેણે સૌપ્રથમ એક વ્યક્તિગત રેડિયો સંદેશ ઇંગ્લેન્ડથી અમેરિકા મોકલવામાં સફળતા મેળવી. કોઈ પણ તાર વગર (વાયરલેસ) ખૂબ લાંબા અંતરે સંદેશો મોકલવાની શરૂઆત માર્કોનીએ કરી હતી. ત્યારબાદ 24 ડિસેમ્બર 1906ની એક સુંવાળી સાંજે કેનેડાના વિજ્ઞાની રેગિનાલ્ડ હેસેન્ડેને જ્યારે પોતાનું વાયોલિન વગાડ્યું ત્યારે એટલાન્ટિક મહાસાગરમાં તરતાં તમામ જહાજોના રેડિયો ઓપરેટરોએ વાયોલિનના સૂર પોતાના રેડિયો સેટ પર સાંભળ્યા. આમ માર્કોની અને રેગિનાલ્ડના આ સફળ પ્રયોગ પછી રેડિયો પ્રસારણના ક્રાંતિકારી પ્રયોગો શરૂ થયા.
ભારતમાં રેડિયોની શરૂઆત
જૂન 1923માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો પ્રસાર શરૂ થયું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર 1923માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. આ પણ એક ખાનગી રેડિયો ક્લબ હતું. 23 જુલાઈ 1927ના રોજ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની શરૂઆત થઈ જે ત્રણ વર્ષ બાદ ‘ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સેવા’માં રૂપાંતરિત થઈ. ઑગસ્ટ 1935માં લિયોનેલ ફીલ્ડેનને ભારતના પ્રથમ પ્રસારણ નિયંત્રક બનાવવામાં આવ્યા.
મહત્વની વાત એ છે કે 1935 પછી આકાશવાણીની એન્ટ્રી થઈ. સપ્ટેમ્બર 1935ના રોજ મૈસૂરમાં શ્રી એમ.બી. ગોપાલાસ્વામીએ “આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી 8 જૂન 1936ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને “ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી. સ્વતંત્રતા પછી 1956માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ બદલીને “આકાશવાણી રાખવામાં આવ્યું અને તે એક રાષ્ટ્રીય પ્રસારણ માધ્યમના રૂપે બહાર આવ્યું. 15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તેની જાહેરાત પણ રેડિયો પર કરવામાં આવી હતી. તે સમયે પંડિત જવાહરલાલ નેહરુએ એક ભાષણ આપ્યું હતું જે ’ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની’ તરીકે ઓળખાય છે.
રેડિયો દિવસ પર RJ વિનોદના મંતવ્યો
- Advertisement -
Q: રેડિયોની શરૂઆત ક્યારથી થઇ ?
A: રેજિનાલ્ડ ઓબ્રે ફેસેન્ડેને 24 ડિસેમ્બર 1906એ પ્રથમ રેડિયો પ્રસારણ કર્યું.
Q: વર્લ્ડ રેડિયો ડે શા માટે ઉજવવામાં આવે છે અને આ વર્ષની થીમ શું છે ?
A: નવી નવી ટેક્નોલોજી વચ્ચે રેડિયો ભુલાય ન જાય એ જરૂરી. કારણ રેડિયો એક ફ્રી માધ્યમ છે. આ વર્ષની થીમ રેડિયો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ફેલાવવાની છે.
Q : છેલ્લા 3 દાયકામાં રેડિયો ક્ષેત્રે શું પરિવર્તન આવ્યું ?
A: પહેલા ફક્ત સરકારી પ્રસારણ માધ્યમ હતું. પણ છેલ્લા 2 દાયકામાં ઋખ જેવા પ્રાઇવેટ રેડિયો આવ્યા. લોકોનો મનોરંજિત થવાનો પ્રકાર બદલાયો. રેડિયો પર લોકોની ફરમાઈશો પુરી થવા લાગી. લોકો સુધી પહોંચવાનું રેડિયો એક ઝડપી માધ્યમ
બન્યું છે.
Q : ઋખ કેમ લખવામાં આવે છે ?
A: ઋખ એક ટેક્નિકલ શબ્દ છે. એફએમનો મતલબ છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન. જે કેરિયર ફ્રીક્વન્સી પર ઓડિયો સિગ્નલને એન્કોડ કરવાના માધ્યમનો ઉલ્લેખ કરે છે.
Q : યુવા વર્ગને રેડિયો કેટલો પસંદ ?
A: અન્ય માધ્યમોને લઈને યુવાનો થોડા અન્ય વિકલ્પો તરફ જરૂરથી ડાયવર્ટ થયા છે. પરંતુ ખાસ ટ્રાવેલિંગ સમયે, કાર ચલાવતા સમયે તેમજ સાવ ફ્રી હોય ત્યારે રેડિયો સાંભળવાનું આજે પણ પસંદ કરે છે.
Q: એક સમાચાર માધ્યમ તરીકે રેડિયો કેટલું અસરકારક ?
A: રેડિયોના માધ્યમથી છેવાડાના લોકો સુધી આશાનીથી પહોંચી શકાય છે. જે લોકો નિયમિત રેડિયો સાંભળે છે તેઓને ખ્યાલ જ હોય છે કે સમાચાર ક્યારે આવશે. મચ્છું હોનારત મોરબી, પ્લેગ સુરત જેવા અતિ મહત્વપૂર્ણ સમાચાર લોકોએ રેડિયો પાર સાંભળેલા.
Q: સામાજિક ક્ષેત્રે રેડિયો શું પરિવર્તન લાવી શકે ?
A : રેડિયો પોતાની સામાજિક જવાદારી મુજબ કામ કરતુ જ હોય છે. હાલમાં શરુ થયેલા કોમ્યુનિટી રેડિયો સારી જવાબદારી નિભાવી રહ્યા છે. લોકોના જીવનમાં કઈ રીતે સકારાત્મક બદલાવ આવી શકે તેવું કાર્ય આજે રેડિયોના માધ્યમથી થઇ
રહ્યું છે.
Q: રેડિયોમાં લોકો શું સાંભળવું વધુ પસંદ કરે છે ?
A : સૌથી વધુ ગીતો સાંભળવા લોકોને વધુ પસંદ હોય છે. આ સિવાય છઉં ટોલ્ક્સ પણ વધુ સંભળાય છે.
Q : છઉં કઈ રીતે બની શકાય ?
A : પહેલા છઉં બનવા જર્નાલિઝમ જરૂરી હતું. પણ હવે એવું નથી. કોઈ પણ ગ્રેજ્યુટ સારું બોલી શકતા હોય, સારો અવાજ, ગુજરાતી ભાષા પર સારું પ્રભુત્વ અને થોડું સારું નોલેજ હોય તો તે છઉં બની શકે છે. અત્યારના સમયમાં છઉં બનવું સરળ
બન્યું છે.
Q : રેડિયોને શા માટે ’રેડિયો’ કહેવામાં આવે છે ?
A: લેટિન ભાષાનો શબ્દ રેડિયસ પરથી રેડિયો શબ્દ આવ્યો છે. જે સરળ ભાષામાં કિરણો (તરંગો) દ્વારા ચાલતું માધ્યમ છે.
Q : આજના ડિજિટલ યુગમાં રેડિયો પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે ?
A: ઇન્ટરનેટના જમાનામાં લોકોનું જીવન ભાગદોડયું બન્યું છે, આ સમયે થોડું ડિફિકલ્ટ તો છે જ. પરંતુ આજે રેડિયો સાંભળવાનો અંદાજ બદલાયો એવું કહી શકાય. જેમકે મેટ્રો શહેરોમાં લોકો લોકલ ટ્રેનમાં અને કારમાં મુસાફરી સમયે સાંભળે છે. જયારે નાના ગામોમાં આજે પણ રેડિયો લોકો ઘરમાં સાંભળે છે. કોઈ પણ ક્ષેત્રોમાં ચઢાવ ઉતાર આવતા જ હોય છે, છત્તા પણ ઋખએ રેડિયો જગતમાં પ્રાણ પૂર્યો છે અને જન-જન સુધી પહોંચી રહ્યું છે. પણ દુનિયામાં જયારે મોટી ઉથલ-પાથલ (હોનારત) થાય ત્યારે રેડિયો ખુબ સારું કામ આવે છે અને માહિતી લોકો સુધી પહોંચાડવી શક્ય બને છે.