ખાસ-ખબર સંવાદદાતા
આજે, 29મી સપ્ટેમ્બર સમગ્ર વિશ્ર્વમાં વિશ્ર્વ હૃદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ સંદર્ભે ડોકટર જયલ શાહે જણાવ્યું હતું કે, એક અભ્યાસ પ્રમાણે, છેલ્લા 10 વર્ષમાં 40થી ઓછી વયજૂથના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ 20 ટકા જેટલું વધ્યું છે. અગાઉ 50થી 60ની વયજૂથના લોકોમાં જ હાર્ટ એટેકના કિસ્સા વધુ જોવા મળતા હતા.
- Advertisement -
પરંતુ હાલ 30થી 40ની વયજૂથના યુવાનોમાં પણ હાર્ટ અટેકના કિસ્સા જોવા મળી રહૃાા છે. હાર્ટ અટેક માટે સ્ટ્રેસ, આલ્કોહોલનું સેવન, ધુમ્રપાન અને ઝડપી જીવનશૈલી જેવા પરિબળો કારણભૂત હોવાનું જણાવે છે.