અમેરિકાએ કહ્યું- આજે રાત્રે ઈરાનને ઉડાવી દઈશું: અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો થશે, તેહરાનના મેહરાબાદ એરપોર્ટ પર ઇઝરાયલનો હુમલો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
આજે અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો આઠમો દિવસ છે. આ દરમિયાન, યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે શનિવારે ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે આજે રાત્રે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ હુમલાઓનો હેતુ ઈરાનના મિસાઈલ લોન્ચર્સ અને મિસાઈલ બનાવતી ફેક્ટરીઓને નોંધપાત્ર નુકસાન પહોંચાડવાનો છે, આ કાર્યવાહી ઈરાનની મિસાઈલ ક્ષમતાને નોંધપાત્ર રીતે નબળી પાડશે. શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલે તેહરાનના મેહરાબાદ એરપોર્ટ પર હવાઈ હુમલો કર્યો, જેના કારણે આગ અને ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા.
આ દરમિયાન દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાને મિસાઈલ હુમલો કર્યો છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ઋહશલવિફિંમફિ24 મુજબ, દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેટલાક વિમાનો આકાશમાં ચક્કર લગાવી રહ્યા છે, જ્યારે કેટલાકને અન્ય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવે છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયલને આશરે 151.8 મિલિયનના શસ્ત્રો અને લશ્ર્કરી સહાયને મંજૂરી આપી છે. વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે ઈમરજન્સીના કારણે આ લશ્ર્કરી સાધનો તાત્કાલિક જરૂરી બન્યા હતા. ઇઝરાયેલી મીડિયા આઉટલેટ વિનીત અનુસાર, કટોકટી પેકેજમાં 12,000 ઇકઞ-110અ/ઇ બોમ્બ, લોજિસ્ટિકલ સહાય અને અન્ય સહાયક સેવાઓનો સમાવેશ થાય છે.
આ દરમિયાન સમાચાર છે કે રશિયા જંગ દરમિયાન ઈરાનને ગુપ્તચર મદદ આપી રહ્યું છે. મોસ્કોએ ઈરાનને મિડલ-ઈસ્ટમાં હાજર અમેરિકી યુદ્ધ જહાજો અને સૈન્ય વિમાનોના લોકેશન સાથે જોડાયેલી માહિતી પૂરી પાડી છે.
વોશિંગ્ટન પોસ્ટ દ્વારા ત્રણ અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે રશિયા ઈરાનને એવી ટાર્ગેટિંગ ઈન્ટેલિજન્સ આપી રહ્યું છે, જેનાથી તે અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી શકે.
ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું- અમે હવે પડોશી દેશો પર હુમલો નહીં કરીએ
ત્યાંથી હુમલો થશે તો જવાબ આપીશું: અગાઉ થયેલા હુમલાઓ માટે માફી માંગી
- Advertisement -
ઈરાની હુમલાઓ અંગે આરબ લીગની કાલે ઈમરજન્સી બેઠક મળશે
એએફપી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આરબ લીગના વિદેશ પ્રધાનો રવિવારે અનેક આરબ દેશોના પ્રદેશો પર ઈરાની હુમલાઓની ચર્ચા કરવા માટે એક ઈમરજન્સી બેઠક યોજશે. તેમણે કહ્યું કે આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે. આ ઈમરજન્સી બેઠકની માંગ કુવૈત, સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, જોર્ડન અને ઇજિપ્ત દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. આ દેશોએ પ્રદેશમાં વધતા તણાવ અને હુમલાઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ચર્ચા કરવાની જરૂરિયાત દર્શાવી હતી.
ઈરાનનો દાવો-યુએઈ-કુવૈતમાં યુએસ એરબેઝ નષ્ટ કરવામાં આવ્યા
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ઈંછૠઈ) એ શનિવારે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે તેમના લશ્ર્કરી ઓપરેશનમાં નવી પેઢીના મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને યુએસ બેઝ પર મોટા પાયે હુમલા કરવામાં આવ્યા હતા. ઈરાનની સરકારી સમાચાર એજન્સી ઈંછગઅ અનુસાર, હુમલાનું મુખ્ય લક્ષ્ય સંયુક્ત આરબ અમીરાતમાં અલ ધફરા એર બેઝ હતું. ઈરાની સૈન્યએ જણાવ્યું હતું કે ચોકસાઇવાળા મિસાઇલો અને ડ્રોનથી કરવામાં આવેલા આ હુમલામાં રડાર સિસ્ટમ, ખચ-9 ડ્રોનના જાળવણી માટે ઉપયોગમાં લેવાતા હેંગરો અને યુએસ રિકોનિસન્સ એરક્રાફ્ટ સાથે સંકળાયેલ સુવિધાઓનો નષ્ટ કરવામાં આવી છે. આ સુવિધાઓમાં ઞ-2 રિકોનિસન્સ એરક્રાફ્ટ સંબંધિત માળખાંનો સમાવેશ થાય છે. ઈરાની સૈન્યએ એમ પણ જણાવ્યું હતું કે કુવૈતના અલી અલ સાલેમ એરબેઝ પર ભારે મિસાઇલ હુમલાઓ પણ કરાયા હતા.
80 ફાઈટર જેટ સાથે ઈઝરાયલે રાતભર ઈરાનને હચમચાવ્યું, 230 મિસાઈલ ઝીંક્યાનો દાવો
ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે રાજધાની તેહરાન સહિત ઈરાનના અનેક વિસ્તારોમાં રાત્રે ભારે હુમલા કરવામાં આવ્યા હતા. રાત્રે અનેક સ્થળોએ જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. ઇઝરાયલી સૈન્યના જણાવ્યા અનુસાર, તેના 80થી વધુ ફાઇટર જેટ આ કાર્યવાહીમાં સામેલ હતા. આ વિમાનોએ રાત્રે વિવિધ ઇરાની લશ્ર્કરી ઠેકાણાઓ પર કુલ 230 મિસાઇલો ઝીંકી હતી.
સેનાના નિવેદન અનુસાર, જે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા તેમાં, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની એક લશ્ર્કરી યુનિવર્સિટી, મિસાઇલ લોન્ચિંગ સ્ટ્રક્ચર્સ ધરાવતી સ્ટોરેજ સાઇટ અને બેલિસ્ટિક મિસાઇલોના સંગ્રહ અને ઉત્પાદન માટે વપરાતું ભૂગર્ભ સંકુલ સામેલ હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા અઠવાડિયે અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન પરના હુમલા બાદ ઈરાની સેનાની અમેરિકી ઠેકાણાઓ શોધવાની ક્ષમતા નબળી પડી ગઈ છે. ત્યારબાદ તે રશિયાની મદદ લઈ રહ્યું છે.
બીજી તરફ મોસ્કોએ પણ કહ્યું છે કે ઈરાન અને રશિયાના અધિકારીઓ સંપર્કમાં છે, જોકે રશિયા તેહરાનને ગુપ્તચર કે સૈન્ય મદદ આપી રહ્યું છે કે કેમ તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.



