આ વર્ષની છેલ્લી અગિયારસ કાલે એટલે કે 19 ડિસેમ્બરે આવી રહી છે. પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી આ અગિયારસને સફલા એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે. આવો જાણીએ આ વ્રતનુ શુભ મૂહુર્ત અને મહત્વ.
આવતીકાલે છે સફલા એકાદશી
- Advertisement -
હિન્દુ ધર્મમાં દરેક મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષે એકાદશીનુ વ્રત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે જે પણ ભક્ત ભગવાન વિષ્ણુની આરાધના કરે છે અને વ્રત રાખે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. શ્રી વિષ્ણુની આ પૂજાનુ વિશેષ ધાર્મિક મહત્વ હોય છે. પંચાગ મુજબ આ એકાદશીને સફલા એકાદશીના નામથી પણ જાણવામાં આવે છે. આ વર્ષની છેલ્લી એકાદશી વ્રત કાલે 19 ડિસેમ્બરે રાખવામાં આવશે. જાણો, પૂજા કરવા માટે સૌથી શુભ મુહૂર્ત કયુ છે અને તેનુ મહત્વ શુ છે.
અગિયારસનું શુભ મુહૂર્ત
આ વખતે પંચાગ મુજબ વર્ષની છેલ્લી અગિયારસ સફલા એકાદશી 19 ડિસેમ્બરે આવી રહી છે. પૂજાનુ શુભ મુહૂર્ત સવારે 3 કલાકેને 32 મિનિટથી પ્રારંભ થશે. જે બીજા દિવસે એટલેકે 20 ડિસેમ્બરે 2 વાગ્યેને 32 મિનિટે સમાપ્ત થશે. વ્રતના પારણા 20 ડિસેમ્બરે સવારે 8.05 થી 9.13ની વચ્ચે કરવામાં આવશે.
- Advertisement -
સફલા એકાદશી વ્રતની પૂજન વિધિ
આ દિવસે પ્રયાસ કરો કે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરો. જો શક્ય હોય તો ગંગાના કિનારે જઇને સ્નાન કરો અને જો આમ શક્ય ના હોય તો ઘરમાં સ્નાન કરતી વખતે પાણીમાં ગંગા જળ અવશ્ય નાખો. સ્નાન કર્યા બાદ સૂર્યને જળ ચઢાવો અને વ્રતનો સંકલ્પ કરો. ત્યારબાદ કોઈ પાટલા પર અથવા પૂજા સ્થળ પર પીળુ કપડુ પાથરીને તેના પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસ્વીર રાખો. ત્યારબાદ તેના પર પીળા પુષ્પ, પીળા ફળ વગેરે અર્પણ કરો અને એકાદશી વ્રતની કથા વાંચો. છેલ્લે ભગવાન વિષ્ણુની આરતી પણ કરો અને પ્રસાદ વહેંચો.
ભૂલથી પણ ના કરો આ કાર્ય
પ્રયાસ કરો કે આ દિવસે તામસિક ભોજન ના કરો. માન્યતા છે કે અગિયારસના દિવસે ડુંગળી, લસણના સેવનથી પૂજાનુ સારું ફળ મળતુ નથી. આ દિવસે કોઈ પણ સાથે લડાઈ-ઝગડા કરવા નહીં. માન્યતા છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થાય છે અને તેનાથી વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે.