રાજકોટ શહેર-2ના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે મહેક જૈન: દેશની સૌથી અઘરી પરીક્ષા ઞઙજઈમાં ઓલ ઈન્ડિયા 17મો રેન્ક હાંસલ કરી સફળતા મેળવી છે
મહેક જૈન મૂળ હરિયાણાના ફરીદાબાદના વતની: તેઓએ જાહેર વહીવટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના પ્રાંત અધિકારી-2 મહેક જૈનનો આજે જન્મદિવસ છે. ઈંઅજ મહેક જૈનનો જન્મ તા.16 જાન્યુઆરી 1998ના દિવસે થયો હતો આજે તેઓએ 29માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મહેક જૈનના અંગત જીવન વાત કરીએ તો પોતે ફરીદાબાદ (હરિયાણા)ના વતની છે.
તેમના પિતા ખાનગી કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અને બહેન ઈઅ છે. વર્ષ 2019માં દિલ્હીની હંસરાજ કોલેજમાંથી બી.કોમ થયા બાદ યુપીએસસીની તૈયારી શરૂ કરી. બેચલર ડિગ્રી બાદ દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાંથી જાહેર વહીવટ (ખઙઅ)ની અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે.
મહેક જૈને સેન્ટ પીટર્સ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે ત્યારે તે જ સ્કૂલમાં અભ્યાસ કરેલા એક આઈએએસ ઓફીસર તેમની સ્કૂલમાં ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા ત્યારે મહેક જૈને નક્કી કર્યું કે, પોતાને પણ ઈંઅજ ઓફિસર બનવું છે. જો કે, આ સફર સરળ ન હતી. તેમણે કહ્યું ક, હું બે પ્રયાસમાં ઞઙજઈ માં પ્રારંભિક પરીક્ષા પાસ કરી શકી નહીં, આવી સ્થિતિમાં મને શંકા થવા લાગી કે હું આ પરીક્ષા પાસ કરી શકીશ કે નહીં, પરંતુ મને શરૂઆતથી જ મારા પરિવારનો ટેકો અને મારી મહેનત પર વિશ્વાસ હતો. ત્યારબાદ મેં ત્રીજી વખત ઞઙજઈ પરીક્ષા આપી અને ઈંઅજ અધિકારી બનવામાં સફળ રહી.
મહેક જૈને ઞઙજઈ 2021માં 17મા રેન્ક સાથે ઞઙજઈ પરીક્ષા પાસ કરી. ત્યાબાદ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં કોમન ટ્રેનિંગ લીધી. 2 મહીના વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ મિનિસ્ટ્રીમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે કામ કર્યું. ત્યારપછી મહીસાગર જિલ્લામાં પ્રોબેશનમાં અલગ અલગ વિભાગમાં કામ કર્યું છે.



