ૐ સર્વે ભવન્તુ સુખીન:, સર્વે સન્તુ નિરામયા:…
ખાસ-ખબરના MD પરેશભાઈ ડોડીયાના સુપુત્ર સ્વયમ નાનપણથી જ અતિ હોંશિયાર, અમદાવાદ કર્ણાવતી યુનિવર્સિટીમાં ઇઈઅનો અભ્યાસ કરી રહ્યા છે, રમત-ગમત ક્ષેત્ર સાથે અતિ લગાવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતની નામાંકિત ન્યુઝ સંસ્થા ખાસ-ખબરના ખઉ પરેશભાઈ ડોડીયાના સુપુત્ર સ્વયમ ડોડીયાનો આજે જન્મ દિવસ છે. તેઓએ 20 વર્ષ પૂર્ણ કરી 21માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. નાનપણથી જ પરિવારમાં સૌ કોઈના લાડકવાયા સ્વયમસિંહને કોઈ જાતની તકલીફ ન પડે એ માટે માતા-પિતા અને પરિવારના સૌ સભ્યોએ તેઓની ખુબ સારસંભાળ લીધી છે. કહેવાય છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે એ રીતે જ સુપુત્ર સ્વયમસિંહ નાનપણથી જ ખુબ હોંશિયાર, ઉત્સાહી, મહેનતુ, ધર્મપરાયણ, શૌર્યવાન, સંસ્કારી અને કુશાગ્ર બુદ્ધિવાળા છે. આજના શુભ અને પવિત્ર દિવસે તેમને ઠેર-ઠેરથી જન્મદિવસની શુભકામનાઓ મળી રહી છે અને સૌ વડીલોએ અંતરના આશીર્વાદ પાઠવ્યા છે.
જેવું નામ તેવા જ ગુણ
સામાન્ય રીતે હિન્દૂ ધર્મમાં દરેક નામનો વિશેષ અર્થ રહેલો છે. તેવી જ રીતે પરેશભાઈના તેજસ્વી પુત્ર પણ પોતાના નામના ગુણને ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે. તેમના નામનો જો સામાન્ય અર્થ કાઢવામાં આવે તો એવો થાય કે તેઓ સ્વાવલંબી છે. એ રીતે જ સ્વયમ હરહંમેશ પોતાના દરેક કર્યો અને નિર્ણયો લેવામાં ખુબ જ સક્ષમ છે. વડીલોના માર્ગદર્શન અને પોતાની સુજબુજથી તેઓ તેમના જીવનના અનોખા આયામો પણ લખી રહ્યા છે. ક્ષત્રિય સમાજમાં જેમનો જન્મ છે એવા સ્વયમ પોતે પણ સિંહ જેવું કાળજું ધરાવે છે અને અનોખી હિંમ્મત ધરાવે છે. કોઈ કામ મારાથી અશક્ય નથી અને દરેક કામ હું કરી શકું છું તેવી શ્રેષ્ઠ વિચારસરણી પણ તેઓ ધરાવે છે. આપબળે આગળ વધતા સ્વયમને ખોબલે ખોબલે શુભકામનાઓ સાથે અંતરના આશીર્વાદ.
- Advertisement -
રમત-ગમતના ખેલાડી અને અમદાવાદમાં અભ્યાસ
સ્વયમને નાનપણથી જ રમત-ગમત ક્ષેત્રે ખુબ જ લગાવ છે. પોતાના વિદ્યાર્થી સમયકાળથી રમત-ગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પણ તેઓએ હાંસલ કરી છે. હરહંમેશ ઉત્સાહી બનીને અભ્યાસ કરતાની સાથે સ્વયમે સ્કૂલ-કોલેજમાં સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ભાગ લીધો છે. આ સિવાય માનવલક્ષી અભિગમ ધરાવતા સ્વયમ સમાજ સેવાના પણ અદભુત કાર્યો કરી રહ્યા છે. હાલમાં તેઓ ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ ખાતેની નામાંકિત કર્ણાવતી યુનિવર્સીટીમાં ઇઈઅનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓને ઘોડેસવારીનો પણ ખૂબ જ શોખ છે. આ સિવાય પશુ-પક્ષીઓ, પ્રાણીઓ અને ખાસ ગાય માતા પ્રત્યે તેઓ ખુબ સંવેદના ધરાવે છે. અનેક સિદ્ધિઓ અને ખુબજ આગળ વધેલા હોવા છત્તા તેઓ એકદમ સરળ, શાંત અને વિવેકી વ્યક્તિત્વ ધરાવે છે. નાનામાં નાના માણસની તેઓ ખુબ કદર કરે છે અને દરેકને માનપાન પણ આપે છે.