આઝાદીનાં આટલા વર્ષો બાદ પણ હિન્દી દેશની રાષ્ટ્રભાષા નથી બની શકી પણ રાજભાષા હોવાને લીધે રાજકાજમાં તેનો ઉપયોગ થાય છે. જાણો વિશ્વ હિન્દી દિવસે ભાષાની 10 રોચક વાતો.
14 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ ઊજવવામાં આવે છે. દેશની તમામ સ્કૂલો, કોલેજો અને સરકારી કાર્યાલયોમાં હિન્દી દિવસ ઉત્સાહભેર મનાવવામાં આવે છે. હિન્દી રાષ્ટ્રીય અસ્મિતા અને ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે. ધર્મો અને રાજ્યોને જોડતી ભાષા તરીકે હિન્દીને માનવામાં આવે છે. વર્ષ 1949માં ભારતની બંધારણ સભા દ્વાકા હિન્દીને સત્તાવાર ભાષાનાં રૂપમાં સ્વીકારવાને લીધે 14 સપ્ટેમ્બરનો દિવસ હિન્દી દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા આ દિવસને હિન્દી દિવસનાં રૂપમાં મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
- Advertisement -
હિન્દી સંબંધિત 10 રસપ્રદ વાતો
1. મતમતાંતરનાં લીધે ન બની શકી રાષ્ટ્રભાષા
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી ઈચ્છતા હતાં કે હિન્દી રાષ્ટ્રભાષા બને. તેમણે 1918માં આયોજિત હિન્દી સાહિત્ય સમ્મેલનમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે કહ્યું હતું. આઝાદી બાદ 14 સપ્ટેમ્બર 1949નાં બંધારણ સભામાં હિન્દીને રાજભાષા બનાવવાનો નિર્ણય લેવાયો. દક્ષિણ ભારતીયો હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા નહોતા ઈચ્છતાં. અનેક લોકોનું કહેવું હતું કે સૌને હિન્દી ભાષા જ બોલવાની છે તો આઝાદી શા માટે આપવામાં આવી રહી છે. આ સ્થિતિને લીધે હિન્દી રાષ્ટ્રભાષા ન બની શકી.
2. 14 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ અને 10 જાન્યુઆરીનાં વિશ્વ હિન્દી દિવસ
હિન્દીને વૈશ્વિક સ્તર પર પ્રોત્સાહિત કરવા માટે 1975માં વિશ્વ હિન્દી સમ્મેલન કરવામાં આવ્યું જેમાં 30 દેશોનાં 122 પ્રતિનિધિઓ જોડાયા હતાં. હિન્દીને વૈશ્વિક સ્તર પર પ્રોત્સાહન આપવા માટે 10 જાન્યુઆરીનાં વિશ્વ હિન્દી દિવસ ઊજવવામાં આવે છે.
- Advertisement -
3. શા માટે ઊજવાય છે હિન્દી દિવસ
આઝાદીનાં 2 વર્ષો બાદ 14 સપ્ટેમ્બર 1949નાં બંધારણિય સભામાં એકમતથી હિન્દીને રાજભાષા ઘોષિત કરવામાં આવી. આ બાદ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાનાં અનુરોધથી 1953થી સમગ્ર ભારતમાં આ દિવસે રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઊજવવાનું શરૂ થયું.
4. ચોથી સૌથી વધુ બોલાતી ભાષા
મેન્ડરિન,સ્પેનિશ અને અંગ્રેજી પછી વિશ્વમાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે.
5. ઓક્સફર્ડ ડિક્શનરીમાં મળી રહ્યું છે સ્થઆન
દુનિયાની સૌથી પ્રખ્યાત ઓક્સફર્ડ ડિક્શનરી દરવર્ષે ભારતીય શબ્દોને સ્થઆન આપી રહી છે.
6. ભારત બહાર પણ હિન્દીનો ઉપયોગ
ભારત બહાર પણ અનેક દેશોમાં હિન્દી ભાષા બોલવામાં આવે છે. દક્ષિણ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ફિજી નામક એક દ્વીપ છે જ્યાં હિન્દીને સત્તાવાર ભાષા જાહેર કરવામાં આવી છે.
7. થોડા પરિવર્તનો સાથે બોલાય છે હિન્દી
ભારત, ફિજી સિવાય મોરેશિયસ, ફિલીપીંસ, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, યૂગાંડા, સિંગાપોર, નેપાળ, ગુયાના, સુરિનામ, ત્રિનિદાદ, તિબ્બત, દક્ષિણ આફ્રીકા, યૂનાઈટેડ કિંગડોમ, જર્મની અને પાકિસ્તાનમાં કેટલાક પરિવર્તનો સાથે હિન્દી બોલવામાં અને સમજવામાં આવે છે.
8. 170થી વધારે વિશ્વવિદ્યાલયોમાં હિન્દીનું શિક્ષણ
હિન્દી માત્ર ભાષા પ્રત્યાયન માટે નથી પરંતુ દરેક ભારતીયની વચ્ચે સામાજિક અને સાંસ્કૃતિક સેતુ તરીકે પણ કામ કરે છે. દુનિયાભરનાં 170થી વધારે વિશ્વવિદ્યાલયોમાં હિન્દી એક ભાષાનાં રૂપે ભણાવવામાં આવે છે. અમેરિકામાં 150થી વધારે શૈક્ષણિક સંસ્થાનોમાં હિન્દીનું પઠન-પાઠન થાય છે.
9. કેન્દ્રીય હિન્દી સંસ્થાનની સ્થાપના
હિન્દીમાં ઉચ્ચતર શોધ કરવા માટે ભારત સરકારે 1963માં કેન્દ્રીય હિન્દી સંસ્થાનની સ્થાપના કરી હતી. સરકાર હિન્દીમાં યોગદાન માટે દરવર્ષે અનેક પુરસ્કાર પણ આપે છે.
10. તુર્કીઓએ ભાષાને નામ આપ્યું
હિન્દી નામ ફારસી શબ્દ હિંદ પરથી લેવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે સિંધુ નદીની ભૂમિ. ફારસી બોલનારા તુર્કોએ 11મી સદીની શરૂઆતમાં સિંધુ નદીને કિનારે બોલાતી ભાષાને હિંદી નામ આપ્યું હતું.