આજે ભાદરવા સુદ ત્રીજને મંગળવાર તા.26 ઓગસ્ટના રોજ કેવડા ત્રીજ છે. કેવડાત્રીજને હરતાલિકા ત્રીજ પણ કહેવામાં આવે છે. પંચાંગ મુજબ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિના કેવડાત્રીજનું વ્રત રાખવામાં આવે છે. કુંવારી છોકરીઓ યોગ્ય વર મેળવવા માટે હરતાલિકા ત્રીજ વ્રત કરે છે તેમજ વ્રતરાજ ગ્રંથ પ્રમાણે આ વ્રતને મહિલાઓ અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્યજીવન માટે રાખે છે. ઉપરાંત જન્મકુંડળીના મેળાપમાં વર ક્ધયા બંનેની કુંડળીમાં કોઈ અશુભ ગ્રહદોષ હોય તો આ વ્રત રહેવાથી તેની અસર ઓછી થાય છે. આ વ્રતને તમામ વ્રતમાં સૌથી મુશ્કેલ માનવામાં આવે છે કારણ કે, તેને પાણી વગર કરવામાં આવે છે. જો પાણી વગર ન રહી શકાય તો દૂધ અને ફૂટ લઈને કરી શકાય છે. એક રિવાજ પ્રમાણે કેવડાત્રીજ વ્રત માટે સ્ત્રીઓના પિયરથી શૃંગારનો સામાન, મીઠાઈઓ, ફળો અને કપડાં મોકલવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે માતા પાર્વતીએ પણ શિવજીને પામવા માટે કેવડાત્રીજનું વ્રત કર્યું હતું, પરંતુ શિવજીને કેવડો ચડાવાતો નથી પણ વર્ષ દરમિયાન આ જ દિવસે વ્રત રહી અને કેવડાનું ફૂલ અર્પણ કરાય છે. વ્રતમાં ભગવાન ગણેશ, શિવ અને માતા પાર્વતીની પૂજા કરાય છે.
આજે કેવડાત્રીજ : અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્યજીવન માટે મહિલાઓ કેવડાત્રીજનું વ્રત કરે છે

Follow US
Find US on Social Medias