પ્રધાનમંત્રી મોદીએ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપતી ટ્વીટ કરી
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઇ શાહનો આજે 58મો જન્મદિવસ છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર, 1964ના રોજ મુંબઈમાં થયો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ટ્વીટ કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી. તેમના લાંબા અને સ્વાસ્થયભર્યાં જીવનની કામના કરી. પીએમ મોદીએ ટ્વીટમાં કહ્યું કે, અમિતભાઇ શાહને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતના ગળહમંત્રીના રૂપમાં તેઓ આપણા દેશની પ્રગતિ માટે સતત પ્રયાસ કરે છે. તેઓ દેશના અર્થતંત્ર માટે મહત્વના એવા સહકારી ક્ષેત્રના સુધાર માટે સરાહનીય કામગીરી કરી રહ્યાં છે. તેઓ આપણા રાષ્ટ્રની સેવામાં લાંબું અને સ્વસ્થ જીવન વિતાવે તેવી શુભેચ્છાઓ. અમિતભાઇ શાહના રાજકીય કરિયર પર એક નજર કરીએ તો, અમિત શાહે અમદાવાદથી પોતાનો શરૂઆતનો અભ્યાસ કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી બાયોકેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. કોલેજના દિવસોથી જ વર્ષ 1983મા અમિત શાહ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા. અહીં તેમના વિદ્યાર્થી કાળ દરમિયાન જ રાજનીતિની શરૂઆત થઈ હતી. અમિત શાહ બહુ જ ઓછા સમયમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં પણ જોડાઈ ગયા હતા.
- Advertisement -
સંઘ બાદ અમિતભાઇ શાહ વર્ષ 1986માં બીજેપીમાં સામેલ થયા હતા. જોકે, તેઓ ચર્ચામાં વર્ષ 1991માં આવ્યા હતા. તેઓએ લાલકૃષ્ણ અડવાણી માટે ગાંધીનગર સંસદીય સીટ પર ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી હતી. તેના બાદ વર્ષ 1996માં તેઓએ ગાંધીનગર સીટ પર અટલ બિહારી વાજપેયી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. અમિત શાહ પહેલીવાર વર્ષ 1991માં ગુજરાતની સરખેજ વિધાનસભા સીટથી ચૂંટણી લડ્યા હત અને જીત્યા હતા. તેના બાદ તેઓ સતત ચારવાર જીત નોંધાવીને વિધાનસભા પહોંચ્યા હતા. અમિતભાઇ શાહ પોતાની રાજનીતિક કરિયરમાં કયારેય ચૂંટણી હાર્યા નથી. 1997માં ચૂંટણીમાં જીત બાદ અમિતભાઇ શાહે સરખેજ સીટથી 1998, 2002 અને 2007માં જીત દર્શાવી હતી. 2012 માં ઈલેક્શનમાં અમિતભાઇ શાહે પોતાની સીટ બદલી હતી અને નારણપુરા વિધાનસભા સીટથી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. તેના બાદ અમિત શાહે વર્ષ 2019માં થયેલ ચૂંટણીમાં જીત મેળવી હતી.