આજે આંમળા નવમીનો તહેવાર છે. મંગળવારે બજરંગબલીની પૂજાનું પણ ખાસ મહત્વ માનવામાં આવે છે. જે લોકો પોતાની મનોકામનાઓ પૂરી કરવા માંગે છે તેમના માટે આ દિવસ ખાસ છે.
આજે આમળા નવમી છે. સાથે જ મંગળવારનો દિવસ પણ છે તો આ દિવસે વ્રત કરીને બજરંગબલીની પૂજા કરવાથી પણ બધા કષ્ટ દૂર થઈ શકે છે. આમળા નવમીના દિવસે વ્રત કરીને આમળાના ઝાડ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
- Advertisement -
ધાર્મિક માન્યતાઓ અનુસાર આમળા નવમીથી આમળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ થાય છે. આમળા નવમીને અક્ષય નવમી અને કૂષ્માંડ નવમી પણ કહેવામાં આવે છે. આમળા નવમીના દિવસે વ્રત અને પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. માટે તેને અક્ષય નવમી કહેવામાં આવે છે.
આમળા નવમીના દિવસે વ્રત અને પૂજા કરવાથી અક્ષય પુષ્યની પ્રાપ્તિ થાય છે માટે આ અક્ષય નવમી કહેવાય છે. 21 નવેમ્બરે આમળા નવમીની પૂજાનું શુભ મુહૂર્ત સવારે 6.48 મિનિટથી બપોરે 12.07 મિનિટ સુધી છે.
હનુમાનજીની પૂજા
ધાર્મિક માન્યતાઓ અનુસાર મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે અને આ દિવસે વ્રત કરીને યોગ્ય વિધિથી પૂજા-અર્ચના કરવાથી લોકોના દરેક સંકટ દૂર થઈ જાય છે. હનુમાનજીને સંકટ મોચક કહેવાય છે અને માનવામાં આવે છે કે બજરંગબલીને પ્રસન્ન કરીને બધા કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકાય છે.
- Advertisement -
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાનજીનું વ્રત કરવાથી કુંડળીમાં હાજર બધા ગ્રહ શાંત રહે છે અને બજરંગબલી પ્રસન્ન થાય છે. જો તમે મંગળવારનું વ્રત કરવામાંગો છો તો તેને સતત 21 મંગળવાર સુધી કરવું જોઈએ. તેનાથી તમારા બધા કષ્ટ દૂર થઈ જાય છે. જાણો મંગળવારના શુભ મુહૂર્ત, અશુભ સમય, રાહુકાળ વિશે.