12 ક્વિન્ટલ ફૂલોથી સજાવાયું મંદિર, આ વર્ષે 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા બદ્રીનાથ ધામના કપાટ આજે 205 દિવસ પછી શિયાળા માટે બપોરે 2 વાગ્યેને 56 મિનિટે બંધ કરવામાં આવશે. આ સાથે જ ચાર ધામ યાત્રાનું પણ સમાપન થઈ જશે. આ ખાસ અવસર પર મંદિરને 12 ક્વિન્ટલ ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ગઈ રાતથી જ શ્રદ્ધાળુઓનું અહીં પહોંચવાનું શરૂ થઈ ગયું છે, અત્યાર સુધીમાં લગભગ 8 હજાર ભક્તો પહોંચી ચૂક્યા છે.
શુક્રવારથી ચાલી રહેલી પંચપૂજાની અંતિમ પ્રક્રિયા પણ આજે સંપન્ન થશે, જેમાં લક્ષ્મીની સહેલીનું રૂપ ધારણ કરીને રાવલ લક્ષ્મી માતાની મૂર્તિને મંદિરની અંદર બનેલા ગર્ભગૃહમાં નારાયણ ભગવાન સાથે સ્થાપિત કરશે..દેશનું છેલ્લુ ગામ માણામાં તૈયાર કરવામાં આવેલો પવિત્ર ઘૃત કંબલ (ધાબળો) આ પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ જ કંબલને ભગવાન બદ્રીવિશાલને ઓઢાડતા જ કપાટ બંધ કરી દેવામાં આવશે. આ કંબલ સદીઓ જૂની પરંપરા છે અને તેને ચીનથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલા માણાની ક્ધયાઓ તૈયાર કરે છે.
- Advertisement -
બદ્રી-કેદાર મંદિર સમિતિ (બીકેટીસી) અનુસાર, આ વર્ષે 16 લાખ 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથના દર્શન કરવા પહોંચ્યા છે.
કપાટ બંધ થયા પછી હવે 6 મહિનાની શિયાળુ પૂજા જોશીમઠ નરસિંહ મંદિરમાં થશે. શંકરાચાર્યની ગાદી જોશીમઠમાં 27 નવેમ્બરે પહોંચશે.



