ગૌરક્ષનાથ આશ્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાંથી સાધુ-સંતો, આચાર્યો ઉપસ્થિતિ રહેશે: શેરનાથબાપુ
સનાતન ધર્મ પર કાદવ ઉડાવનારા સામે શું કાર્યવાહી કરવી? તે અંગે બેઠકમાં નિર્ણય લેવાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુર મંદિર ખાતે હનુમાનજીના ભીતચિત્રોને લઈને સર્જાયેલા વિવાદ બાદ જે સમાધાન થયું તેને સનાતન ધર્મના સંતો-મહંતોએ પુરતું નથી ગણ્યું અને આ સિવાય સનાતન ધર્મ-પરંપરા ઉપર કાદવ ઉડાડવાનું કામ ચાલી રહ્યું છે. તેવા લોકોને કંટ્રોલમાં રાખવા માટે આગામી તારીખ 21 સપ્ટેમ્બરે જૂનાગઢમાં ભારતભરના સંતો-મહંતોની એક વિશાળ બેઠક મળશે તેવું એલાન કરાયું છે. ગિરનાર તળેટીમાં આવેલ ગૌરક્ષનાથ આશ્રમ ખાતે આગામી તારીખ 21 સપ્ટેમ્બરે અહીના મહંત શેરનાથ બાપુના સાનિધ્યમાં આ બેઠકનું એલાન કરવામાં આવ્યું છે.
શેરનાથબાપુએ જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અવારનવાર દેવી-દેવતાઓ અને ગુરુઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બેઠકમાં સનાતન સંરક્ષણ સમિતિની જે નિયુક્તિ છે. તેમાં ફેરફાર કરવામાં આવશે. સમિતિમાં વિશિષ્ઠ સંતો-આચાર્યોનો ઉમેરો કરવામાં આવશે અને સંગઠન વ્યવસ્થિત કરવામાં આવશે. તેમજ સનાતન પરંપરા ઉપર આરોપ કરતા હોય તેને કંટ્રોલ કરવા. અત્યારસુધી જે અવ્યવસ્થા ઉભી થઈ તેને માટે શું પગલા લેવા તેની વિચારણા માટે આગામી તારીખ 21ના રોજ ગૌરક્ષનાથ આશ્રમ ખાતે બેઠક મળશે. જેમાં સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતભરમાંથી વિશિષ્ઠ સંતો, આચાર્યો ઉપસ્થિતિ રહેશે. જે સનાતન પરંપરા ઉપર કાદવ ઉડાડ્યો છે. તે અયોગ્ય છે. અભદ્ર ટિપ્પણી કરી છે તે અંગે શરુ કરવું જોઈએ. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યો માં સિતાજી, શિવજી, મા પાર્વતીજી, નાથ પરંપરાના ગુરુ વિશે અભદ્ર ટિપ્પણી બોલવામાં આવી છે. તે અંગે ચર્ચા-વિચારણા કરીને આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.
આ મુદ્દે ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજે પણ કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં અનેક એવા મુદ્દા છે. જે વિવાદિત છે, સાળંગપુર મુદ્દે સમાધાનના ક્ષનામે છેતરવામાં આવ્યા છે. ખાલી ભીતચિત્રો પ્રશ્ર્ન નથી. અવારનવાર કોઈને કોઈ વિષય લઈને વિવાદ કરી રહ્યા છે. તે અંગે હવે જૂનાગઢમાં સનાતન ધર્મના સંતોની આ આખરી બેઠક મળશે, ત્યાર બાદ એક્શન લેવાશે, કોર્ટ રાહે કાર્યવાહી, મહારેલી, મહાપ્રયાણ, શોભાયાત્રા, કુચ સહિતના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવશે.
- Advertisement -