ગ્રામજનો તેલ લેવા માટે જે હાથમાં આવે તે વાસણ લઇ દોડી ગયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
કચ્છ – અમદાવાદ હાઇવે પર દરરોજ અનેક ટ્રકો મલ સામાનની હેરફેર કરે છે અને કેટલીય વખત અહી અકસ્માતો પણ સર્જાતા હોય છે ત્યારે ગઈ કાલે ધ્રાંગધ્રા હાઇવે પર આવેલા ચુલી ગામ નજીક કચ્છ તરફથી આવતા ટેન્કર ચાલકે કાબૂ ગુમાવતા ટેન્કર રોડની સાઈડમાં પલ્ટી થયું હતી જેના લીધે ટેન્કરોમાં રહેલું તેલ હાઇવે અને રોડની સાઈડમાં ઢોળાયું હતું આ તરફ ટેન્કરોમાંથી ઢોળાયેલા તેલને લૂંટવા આજુબાજુના ગ્રામજનો વાસણ લઈને દોડી ગયા હતા અને જેટલું તેલ લૂંટાય એટલું લૂંટી લીધું હતું. જોકે સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી તેલ માટે પડાપડી કરતા સ્થાનિકોને ભગાડ્યા હતા જ્યારે ટેન્કર પલ્ટી થવાના બનાવમાં ચાલકને સામાન્ય ઈજા સિવાય સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.