116 એકર જમીન ફાળવાઈ: સૌરાષ્ટ્ર-કચ્છના પશુપાલકોમાં ખુશીનો માહોલ
ખાસ-ખબર સંવાદદાતા
સરકારે ગઢકા ખાતે અમૂલ પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે જિલ્લા વહીવટી તંત્રએ સરકારમાં દરખાસ્ત કરી હતી જે બાદ ગઢકા ખાતે 100 એકર જમીનની ફાળવણી કરાઈ છે. સૌરાષ્ટ્રમાંથી 25 લાખ લીટર દૂધનો પ્લાન્ટમાં ઉપયોગ થશે, ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. પ્લાન્ટમાં દૂધનો પાઉડર તૈયાર કરવામાં આવશે. ગઢકામાં તૈયાર થનાર અમૂલ પ્લાન્ટ સ્થાપવા માટે વહિવટી તંત્રમાં રૂા. 100 કરોડની રકમ જમા કરાવી આપી છે. મહત્ત્વનું છે કે ગઢકા ગામની સર્વે નંબર 477ની 100 એકર જમીન આ માટે પસંદ કરવામાં આવી હતી. જમીન માટે જિલ્લા તંત્રએ દરખાસ્ત પણ મૂકી હતી.જમીન જંત્રીનો ભાવ 520 રૂપિયા આસપાસ નક્કી કરાયો છે. આ પહેલા રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા અમૂલ ડેરીના પ્લાન્ટ માટે જામનગર રોડ તરફ આવેલા આનંદપરા ગામમાં 100 એકર જમીન પસંદ કરવાામાં આવી હતી. પણ જીસીએમએમએફને પ્લાન્ટ સેટ અપ કરવા માટે આ ભાવ મોંઘો પડતો હતો. તેથી જગ્યા બદલીને ગઢકા ગામની જમીન લેવાનું પસંદ કરવામાં આવ્યું હતું. અહીં પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય 25 સપ્ટેમ્બર 2020માં લેવાયો હતો તેવું અંતમાં કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું.
- Advertisement -
RMC દ્વારા આગામી તા. 15થી 18 સપ્ટેમ્બર, 2022 સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
તા. 27 સપ્ટેમ્બરથી તા. 10 ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-2022 પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા તા. 15થી 18 સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ ગેઇમ્સ, ગુજરાત- 2022ની વિવિધ સ્પોર્ટસ સ્પર્ધાઓ ગુજરાતના જુદા-જુદા શહેરોમાં યોજાનાર છે, જેમાં બે સ્પોર્ટસ હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓનું યજમાન રાજકોટ બનશે. નેશનલ ગેઈમ્સના યજમાન બનવાનો અવસર રાજકોટ શહેરને મળ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા. 15થી 18 સપ્ટેમ્બર દરમ્યાન શહેરમાં યોજાનાર સ્પોર્ટ્સ કાર્નિવલમાં શહેરીજનો માટે અલગ-અલગ સ્પોર્ટ્સ યોજવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાય તેવી મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અપીલ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, આગામી તા. 15થી 18 સપ્ટેમ્બર દરમ્યાન શહેરમાં વિવિધ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં તા. 15નાં રોજ સવારે 6-30 કલાકે આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતેથી સાયક્લોથોન, જેમાં 2 રૂટ રાખવામાં આવેલ છે, એક 25 કી.મી. અને બીજો 3 કી.મી. આના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ અને ૂૂૂ.રફભયબજ્ઞજ્ઞસ.ભજ્ઞળ/ઈુભહશક્ષલછછ.ભજ્ઞળ પરથી તા. 9થી 13 સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સાયક્લોથોન ઇવેન્ટ રાજકોટ મહાનગરપાલિકા અને છફષસજ્ઞિં છફક્ષમજ્ઞક્ષક્ષયીતિ નાં સહયોગથી કરવામાં આવશે. તા. 16-09-2022નાં રોજ સવારે 6-30 કલાકે એથલેટિક્સ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે માત્ર એથલેટિક્સનાં સભ્યો માટે ફાસ્ટ વોકિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં માત્ર એથલેટિક્સ ગ્રાઉન્ડનાં મેમ્બરો જ ભાગ લઈ શકશે.તા. 17-09-2022નાં રોજ સવારે 7-00 કલાકે આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતેથી ફ્નરન ઇવેન્ટ જેમાં રેસકોર્ષ રીંગ રોડ ફરતે ફનરન કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પરથી તા. 9થી 16 સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ઇવેન્ટ રાજકોટ મહાનગરપાલિકા અને રનર્સ એસોસિએશનનાં સહયોગથી યોજવામાં આવશે.તા. 18નાં રોજ સવારે 6-30 કલાકે રેસકોર્ષ રીંગ રોડ, મેયરના બંગલાની સામે ઝુમ્બા ઇવેન્ટનું આયોજન થશે. આ ઇવેન્ટ રાજકોટ મહાનગરપાલિકા સાથે વિવિધ જિમના સંસ્થાઓ સાથે જોડાશે.