રક્ષાબંધન પર્વની સૌ કોઇ ઉજવણી કરી રહ્યું છે. સીએમ પટેલથી લઇને પોલીસ તથા બોર્ડરના જવાનો પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસના બહેનોએ રસ્તા પર નીકળતા વાહનચાલકોને રાખડી બાંધી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું વચન માંગ્યું હતું.
- Advertisement -
રાખડી બાંધીને ટ્રાફિક નિયમોનું હંમેશા પાલન કરીને સુરક્ષિત રહે તેવી અપીલ કરી હતી. શહેરના ભાઇઓની રક્ષા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખરા અર્થમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. હેલ્મેટ પહેરવુ, સ્પીડ લિમિટમાં ગાડી હંકારવી સહિતના નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનું જોખમ ઘટી જાય છે. તે અંગેની સમજ આપી હતી.