રાજ્ય સરકાર 2025-26નું બજેટ 20 ફેબ્રુઆરીએ રજૂ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા નાણાંકીય વર્ષ 2025 26નું બજેટ 20 ફેબ્રુઆરીએ રજૂ થશે. આ બજેટમાં કૃષિ વિભાગમાં થનારી ફાળવણીમાં મુખ્યત્વે ખેડૂતોની આવક કેવી રીતે બમણી કરાય તેના પર લક્ષ્ય રહેશે.જેમાં ખેડૂતોનું ઉત્પાદન વધારવા કૃષિ સાયન્ટિસ્ટ ખેડૂતો સુધી પહોંચે અને તેમની સમસ્યાનો ઉકેલ સ્થળ પર મળે તે માટે ગામડે ગામડે લેબોરેટરી વાન ફરશે અને તે વાન ખેડૂતોને સ્થળ પર જ જમીન, બિયારણ અને જંતુનાશક દવાની ચકાસણી કરી આપશે.રાજ્ય સરકાર દ્વારા કૃષિ વિભાગમાં ગયા વર્ષની સરખામણીમાં આશરે 2 હજાર કરોડની ફાળવણી કરવામાં આવનાર છે. આ ફાળવણીમાં મુખ્યત્વે પ્રોડક્શન વધારવા, વેલ્યુએડિશન અને પ્રોસેસિંગ વધારવા તેમજ કૃષિમાં મિકેનાઇઝેશન પર ફોક્સ કરાશે. જેમાં મુખ્યત્વે કઈ રીતે ઉત્પાદન વધારવું તે સરકાર માટે મોટો પ્રશ્ન છે. કૃષિમાં ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને સાચું માર્ગદર્શન અને સમયસર માહિતી મળે તેવી સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સિસ્ટમ નથી.
- Advertisement -
જેના કારણે ખેડૂતોને કોઈ સમસ્યા હોય તો ગ્રામસેવકને મળે પણ ગ્રામસેવક તેમણે ઉત્પાદનલક્ષી કોઈ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવી શકે નહીં, એટલા માટે રાજ્યનું કૃષિ વિભાગ ખેડૂતો અને કૃષિ સાયન્ટિસ્ટ વચ્ચે નિયમિત સંવાદ સધાય તેવા પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર લેબોરેટરી વાન અમલમાં લાવી રહી છે. આ વાન ગામડે ગામડે જશે. જ્યાં ખેડૂતોની ખેત ઉત્પાદનલક્ષી સમસ્યા સાંભળશે. આ પછી કૃષિ સાયન્ટિસ્ટ જમીન કેવા પ્રકારની છે તેની ચકાસણી કરશે. જમીનના પ્રકાર પ્રમાણે ખેડૂતોને પાક કરવાનું માર્ગદર્શન આપશે. ઉપરાંત પાકના બીજ ની ચકાસણી કરશે. આ બીજમાં કોઈ ખામી છે કે નહીં? ખામી હોય તો ક્યાં પ્રકારની ખામી છે તેનું માર્ગદર્શન ખેડૂતોને આપશે.ઉપરાંત બીજ ક્યા વાપરવા તેની જાણકારી પણ ખેડૂતોને આપશે. દવા-ફર્ટિલાઈઝરની ચકાસણી કરશે. જો સાયન્ટિસ્ટ ચકાસણી નસ્થળ પર કરી નહીં શકે તો સેમ્પલ જિલ્લા કક્ષાએ લઈ જવાશે અને પછી તેની ચકાસણી કરીને ખેડૂતોને જાણકારી આપશે.
એપથી વાન પર નજર રખાશે
રાજ્ય સરકાર આ વાન ક્યાં જાય છે, કેટલા ખેડૂતોને મળે છે, ખેડૂતોની શું સમસ્યા છે તે તમામ બાબતની નોંધ રાખવા એક એપ લોન્ચ કરશે. આ એપમાં સાયન્ટિસ્ટ દ્વારા તમામ ડેટા ફીડ કરવામાં આવશે. આ એપના આધારે સરકાર વાનનું લોકેશન અને કેટલા કિલોમીટર વાન ચાલી સહિતની માહિતી પર નજર રાખશે.