દિલ્હીથી જયપુર પહોંચેલા મમતાના નજીકના સાથીદારને રાત્રે બે વાગ્યે ગુજરાત પોલીસે ઝડપી લીધાનો ટીએમસી નેતા ઓ બ્રાયનનું ટ્વિટ : મોબાઈલ અને સામાન પણ જપ્ત કર્યો
મોરબી પુલ દુર્ઘટનામાં ગઇકાલે ગુજરાત પોલીસે એક ઓચિંતા એક્શન પેક કાર્યવાહીમાં આ દુર્ઘટના પર ટિવટ કરનાર પશ્ર્ચિમ બંગાળના શાસક તૃણમુલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેને મધરાતે ધરપકડ કરીને હવે તેને અમદાવાદ લઇ આવવા તૈયારી કરી છે. તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને જણાવ્યું કે સાકેત ગોખલે સોમવારે રાત્રે 9 વાગ્યે દિલ્હીની ફલાઈટથી જયપુર પહોંચ્યા હતા અને તેઓ વિમાની મથકની બહાર નીકળ્યા તે સમયે ઓચિંતી જ ગુજરાત પોલીસની ટીમે તેમની ધરપકડ કરી હતી.
- Advertisement -
આ કાર્યવાહી મિડનાઇટ એરેસ્ટ તરીકે ગણાવવામાં આવી છે અને સાકેતે તેના માતાને ફોન કરીને પોતાને ગુજરાતની પોલીસે ધરપકડની જાણકરતા તૃણમુલ કોંગ્રેસ એકસનમાં આવી ગયું હતું. ઓ બ્રાયને કહ્યું કે ગુજરાત પોલીસે બે મીનીટનો સમય સાકેતને આપ્યો હતો બાદમાં તેમનો ફોન તથા તમામ સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે અને તેમને હવે અમદાવાદ લઇ જવાયા છે.
જો કે ગુજરાત પોલીસે હજુ સુધી આ ધરપકડ અંગે જબરુ મૌન સેવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. 30 ઓક્ટોબરના મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા 135થી વધુ લોકો માર્યા ગયા હતા અને તેના કારણે ગુજરાતમાં જબરા પડઘા પડ્યા હતા. ઓ બ્રાયને ટવીટ કરતા લખ્યું કે આ રીતે વિપક્ષનો અવાજ દબાવવાની કોશિષ કરવામાં આવી રહી છે.
સાકેતે શું ટ્વિટ કર્યું હતું ?
ગુજરાતમાં મોરબી પુલ દુર્ઘટનામાં તા. 1 ડીસેમ્બરે ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલેએ એક ટિવટ કરીને દાવો કર્યો કે પુલ દુર્ઘટના બાદ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી યાત્રામાં ફક્ત થોડા કલાકોમાં રુા. 30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને તેઓએ આ માટે એક અહેવાલનો સંદર્ભનો લીધો હતો જેમાં જણાવ્યું કે રુા. 5.5 કરોડ મોરબીના સ્વાગત અને ફોટોગ્રાફી માટે ખર્ચ કરાયો.
- Advertisement -
આ ઉપરાંત ઇવેન્ટ મેનેજમેન્ટ અને પીઆરની કિંમત 135 લોકોના જીવન કરતા પણ વધુ છે તે સાબિત કર્યું છે. ભાજપે તેને ફેક ન્યૂઝ બતાવ્યા હતા અને કહ્યું કે આ વડાપ્રધાનને બદનામ કરવા માટેનું કાવતરું છે.
જયસુખ પટેલને ઝડપવામાં નિષ્ફળ ગુજરાત પોલીસે ટ્વિટ કરનાર પર કાર્યવાહી કરી !
મોરબી પુલ દુર્ઘટનામાં હજુ સુધી ઓરેવાના વડા જયસુખ પટેલને ગુજરાત પોલીસ હાથ પણ અડાડી શકી નથી અને એફાઆઈઆરમાં પણ નામ નથી અને એક ટિવટ બદલ ગુજરાત પોલીસ છેક જયપુર ગઇ અને મધરાતે ઓપરેશન કર્યું તેમાં પણ વ્યાપક ચર્ચા છે. તા. 1ના આ ટિવટ પર એક્ઝિટ પોલના આગમન બાદ તૂર્ત જ કાર્યવાહી થઇ તે પણ ચર્ચામાં છે.