માળીયા હાટીનાના કાલંભડા ગામની સગીરાએ એસિડ પીધા બાદ રાજકોટમાં દમ તોડ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
માળીયા હાટીનાના કાલંભડા ગામે રહેતી ધોરણ-11ની છાત્રાને એક શખ્સ ઇન્સ્ટાગ્રામ મારફત સતત મેસેજ કરી મળવાની વાત કરી તેમજ ખરાબ ફોટા મોકલી હેરાન પરેશાન કરતો હોઇ કંટાળીને તેણીએ એસિડ પી લેતાં રાજકોટ ખસેડતા અંહી મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે માળીયા હાટીનાના કાલીંભડા ગામની આ વિદ્યાર્થીનીને સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડી દેતા ત્યાંની પોલીસને જાણ કરવામાં આવી છે.
- Advertisement -
પ્રાપ્ત માહિતી મુજબ કાલીભડા ગામે રહેતી યશવંતી નયનભાઇ સોલંકી ઉ.15 નામની સગીરાએ 21મીએ સાંજે એસિડ પી લેતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી પિતાના જણાવ્યા પ્રમાણે મારી દિકરી યશવંતી ધોરણ-11માં ભણતી હતી તેને ઇન્સ્ટાગ્રામ પર એક શખ્સ સતત મેસેજ કરી ધરાર મળવા આવવા દબાણ કરતો હતો અને ખરાબ ફોટા મોકલી હેરાન કરતો હતો. આ વાતથી કંટાળી દિકરીએ એસિડ પી લીધુ પછી સારવારમાં હતી ત્યારે અમારા સગાને જણાવતાં અમે તેનો વિડીયો પણ બનાવી લીધો હતો. આ શખ્સ માણાવદર તરફનો હોવાનું અમને જાણવા મળ્યુ છે.